Navsari : C.R.Patil દ્વારા નવા વિકાસકામોનું લોકાર્પણ, કલેક્ટર કચેરી પાસે ચાર કરોડના પુલનું ઉદ્ધાટન
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ નવસારીની મુલાકાતે છે. વિવિધ નવીન પ્રકલ્પોનું સી. આર. પાટીલે લોકાર્પણ કર્યું હતું. કલેક્ટર કચેરી પાસે ચાર કરોડના ખર્ચે નિર્માણ થયેલ પુલનું લોકાર્પણ કર્યું હતું. શહેરના જૂનાથાણા વિસ્તારમાં નવીન સર્કલનું પણ લોકાર્પણ કર્યું હતુ. નવીન સર્કલ અને પુલ ખુલ્લા મૂકાતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે. બીલીમોરા પાલિકાએ તૈયાર કરેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલનું નિવેદન આપ્યું હતુ કે, બીલીમોરા નગરમાં કરોડોના કામ ક્યારે થતા ન હતા. તમારા બધાની જાગૃતિને કારણે આ કામ પૂર્ણ થયા. ઇન્ટરનેશનલ સ્વિમિંગ પુલ માટે 25 લાખની ગ્રાન્ટ આપી છે. રેન વોટર હાર્વેસ્ટિંગ માટે 8 મહિનામાં 28 હજાર સ્ટક્ચર તૈયાર કરાયા. રેન વોટર હાર્વેસ્ટિંગના 16 હજાર સ્ટક્ચર નવસારી જીલ્લમાં છે. 44 હજાર દીકરીઓના સુકન્યા યોજનાના એકાઉન્ટ ખોલાવ્યા.