ભારત માટે કરો યા મરો, સિરિઝમાં 0-1થી પાછળ ટીમ ઈન્ડિયા, કેવું રહેશે ઢાકાનું Weather, જાણો
મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશેઆવતીકાલની મેચમાં વરસાદની સંભાવના ઓછીભારતીય ટીમ માટે મેચ જીતવી જરૂરીIND vs BAN Weather Report: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની વન-ડે સિરિઝની બીજી મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ માટે શ્રેણીમાં જીવંત રહેવા આ મેચ કોઈ પણ સ્થિતિમાં જીતવી જરૂરી છે કારણ કે ટીમ ઈન્ડિયા સિરિઝમાં 0-1થી પાછળ ચાલી રહી છે. મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશà«
02:44 PM Dec 06, 2022 IST
|
Vipul Pandya
- મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે
- આવતીકાલની મેચમાં વરસાદની સંભાવના ઓછી
- ભારતીય ટીમ માટે મેચ જીતવી જરૂરી
IND vs BAN Weather Report: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની વન-ડે સિરિઝની બીજી મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ માટે શ્રેણીમાં જીવંત રહેવા આ મેચ કોઈ પણ સ્થિતિમાં જીતવી જરૂરી છે કારણ કે ટીમ ઈન્ડિયા સિરિઝમાં 0-1થી પાછળ ચાલી રહી છે. મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે.
ગત મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોએ નિરાશ કર્યાં હતા. કેએલ રાહુલની 73 રનની ઈનિંગ સિવાય કોઈ પણ બેટ્સમેન બાંગ્લાદેશના બોલરો સામે ટકી શક્યા નહોતા અને તેના કારણે જ બીજી મેચમા રજત પાટીદાર અને રાહુલ ત્રિપાઠી જેવા ખેલાડીઓને અજમાવી શકે છે. જ્યારે ગત મેચમાં મોહમ્મદ સિરાઝે 3 વિકેટ ઝડપી બાંગ્લાદેશની ટીમને કંટ્રોલમાં રાખી હતી. તેમની પાસે આ મેચમાં પણ તેવા પ્રદર્શનની આશા રહેશે.
પહેલી મેચની વાત કરવામાં આવે તો ભારતના બેટ્સમેનો, બાંગ્લાદેસની સ્પિનર્સ સામે નબળા પડ્યા હતા. આ મેચ તે જ મેદાન પર થશે તેથી ટીમને વધારે એલર્ટ રહેવું પડશે. બંને ટીમ આ મેદાનમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે કારણ કે સાંજે ભેજના લીધે અનેક અડચણો આવી શકે છે.
કેવું રહેશે મૌસમ?
ઢાકામાં રમાનારી આ મેચમાં જો હવામાનની વાત કરવામાં આવે તો ક્રિકેટ રસિકો માટે રાહતના સમાચાર છે કે આ મેચ દરમિયાન વરસાદની સંભાવના માત્ર 4% જ છે. જે સાંજે વધીને 6% થવાનું અનુમાન છે. એટલે કે મેચમાં વરસાદનું વિઘ્ન નહી આવે. મેચ દરમિયા 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનું અનુમાન છે જે રાત્રે ઘટીને 19% થશે અને ભેજનું પ્રમાણ દિવસે 58% રહેશે. જે રાત્રે વધીને 70% થઈ શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article