ઇંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, બંને ટીમમાં કરાયા ફેરફાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ T20 મેચોની સીરીઝની બીજી મેચ એજબેસ્ટન
ખાતે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો
નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે ટીમ ઈન્ડિયા ચાર ફેરફારો સાથે
મેદાનમાં ઉતરી છે. યજમાનોની પ્લેઈંગ ઈલેવનમાં ટોપલી અને મિલ્સની જગ્યાએ વિલી અને
ગ્લેસનને તક મળી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંતની વાપસી થઈ
છે. ઇશાન કિશન પ્લેઇંગ ઇલેવનમાં નથી, તે સંકેત છે કે કોહલી આજે રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે.
સિનિયર ખેલાડીઓની વાપસી સાથે ટીમ
ઈન્ડિયાની નજર શ્રેણીમાં અજેય લીડ પર રહેશે. ભારતે પ્રથમ T20માં યજમાન ટીમને 50 રને હરાવ્યું
હતું. એજબેસ્ટન ટેસ્ટ બાદ વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત અને જસપ્રીત બુમરાહ પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાનો ભાગ
ન હતા,
પરંતુ આ તમામ ખેલાડીઓ
બીજી મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. આ ખેલાડીઓની વાપસી સાથે પ્લેઈંગ ઈલેવનમાં
ઘણો ફેરબદલ થશે. બીજી તરફ ઈંગ્લેન્ડની વાત કરીએ તો જોસ બટલરના નેતૃત્વમાં ટીમની
નજર શ્રેણીમાં વાપસી પર રહેશે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડની બેટિંગ અને બોલિંગ બંને
નિરાશાજનક જોવા મળી હતી.
ભારત (પ્લેઇંગ ઇલેવન):
રોહિત શર્મા (સી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (ડબ્લ્યુ), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ
ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન):
જેસન રોય, જોસ બટલર (w/c), ડેવિડ મલાન, લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, મોઈન અલી, સેમ કુરાન, ડેવિડ
વિલી,
ક્રિસ જોર્ડન, રિચાર્ડ ગ્લેસન, મેથ્યુ પાર્કિન્સન