ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાહુલ દ્રવિડે શિખર ધવનને T20 ટીમમાંથી બહાર રાખવાનો લીધો કઠોર નિર્ણય !

IPL 2022માં ફરી એકવાર શિખર ધવનનું બેટ ગર્જ્યું. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ધવનનું સાતત્યપૂર્ણ પ્રદર્શન જોઈને એવી આશા હતી કે તેને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટી20 શ્રેણીમાં તક મળશે. ક્રિકેટનું બજાર પણ ગરમ હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આ સિરીઝ માટે આરામ આપવામાં આવશે અને ધવનને ભારતીય T20 ટીમની કપ્તાની પણ મળી શકે છે. જ્યારે બીસીસીઆઈએ 22 મેના રોજ 18 ખેલાડીઓàª
12:10 PM May 24, 2022 IST | Vipul Pandya
IPL 2022માં ફરી એકવાર શિખર ધવનનું બેટ ગર્જ્યું. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ધવનનું સાતત્યપૂર્ણ પ્રદર્શન જોઈને એવી આશા હતી કે તેને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટી20 શ્રેણીમાં તક મળશે. ક્રિકેટનું બજાર પણ ગરમ હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આ સિરીઝ માટે આરામ આપવામાં આવશે અને ધવનને ભારતીય T20 ટીમની કપ્તાની પણ મળી શકે છે. જ્યારે બીસીસીઆઈએ 22 મેના રોજ 18 ખેલાડીઓàª

IPL 2022માં ફરી એકવાર શિખર ધવનનું બેટ ગર્જ્યું.
ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ધવનનું સાતત્યપૂર્ણ પ્રદર્શન જોઈને એવી આશા હતી
કે તેને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટી
20 શ્રેણીમાં
તક મળશે. ક્રિકેટનું બજાર પણ ગરમ હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર
ખેલાડીઓને આ સિરીઝ માટે આરામ આપવામાં આવશે અને ધવનને ભારતીય
T20 ટીમની કપ્તાની પણ મળી શકે છે. જ્યારે
બીસીસીઆઈએ
22 મેના રોજ 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી તો બધાને આશ્ચર્ય
થયું. કેપ્ટનશિપ છોડી દો
, તેને ટીમમાં જગ્યા પણ નથી મળી.


હવે અહેવાલ
છે કે ટીમ ઈન્ડિયામાં ધવનને પસંદ ન કરવાનો નિર્ણય હેટ કોચ રાહુલ દ્રવિડનો હતો.
દ્રવિડે ટીમની જાહેરાત પહેલા ધવનને જાણ કરી હતી કે તે દક્ષિણ આફ્રિકા સામેની
ભારતીય ટીમનો ભાગ નહીં હોય. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઈન્સાઈડસ્પોર્ટ્સને
કહ્યું
, શિખર ધવન ભારતીય ક્રિકેટનો મહાન સેવક
રહ્યો છે.
પરંતુ ટી-20માં તમે એવા
યુવાનોને તક આપવા માંગો છો જે સારું પ્રદર્શન કરી રહ્યા છે. રાહુલ દ્રવિડે આકરો
નિર્ણય લીધો અને અમે સંમત થયા.


શિખર ધવન IPLમાં સતત રન બનાવી રહ્યો છે, છેલ્લી 7 સિઝનમાં તે
સતત
450 થી વધુ રન બનાવી
રહ્યો છે.
IPL 2022માં ડાબા
હાથના ઓપનરે
14 મેચમાં 38.33ની એવરેજથી 460 રન બનાવ્યા છે. ધવનની ટી20 ટીમમાં પસંદગી ન કરવી એ સીધો સંકેત છે કે તે
ઓસ્ટ્રેલિયામાં આગામી ટી
20 વર્લ્ડ કપ માટે ભારતીય મેનેજમેન્ટની
યોજનાનો ભાગ નથી. 
અર્શદીપ
સિંહ, ઉમરાન મલિક, ઋતુરાજ ગાયકવાડ અને હર્ષલ પટેલ જેવા યુવા
ખેલાડીઓને દક્ષિણ આફ્રિકા સામેની ટી-
20 શ્રેણી
માટે તક મળી છે. આ સાથે જ હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક જેવા સિનિયર ખેલાડીઓની
વાપસી થઈ છે.


દક્ષિણ
આફ્રિકા સામેની ભારતની
T20 ટીમ:
કેએલ રાહુલ (સી)
, રુતુરાજ
ગાયકવાડ
, ઈશાન
કિશન
, દીપક
હુડા
, શ્રેયસ
ઐયર
, ઋષભ
પંત (વીસી
, વિકે), દિનેશ
કાર્તિક (વીકેટ)
, હાર્દિક
પંડ્યા
, વેંકટેશ
ઐયર
, યુઝવેન્દ્ર
ચહલ
, કુલદીપ
યાદવ
, અક્ષર
પટેલ
, રવિ
બિશ્નોઈ
, ભુવનેશ્વર
કુમાર
, હર્ષલ
પટેલ
, અવેશ
ખાન
, અર્શદીપ
સિંહ
, ઉમરાન
મલિક

Tags :
GujaratFirstINDvsSARahulDravidShikharDhawanT20team
Next Article