રશિયા અને યુક્રેન માટે મધ્યસ્થી કરી શકે છે ભારત, રશિયન વિદેશ મંત્રીનું મોટુ નિવેદન
ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. લાવરોવે કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પુરુ કરવા માટે ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે બંને દેશો થયેલી વચ્ચે શાંતિ મંત્રણા દરમિયાન હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. મીડિયા તરફથી રશિયા અને યુક્રેન વચ્ચે ભારતના મધ્યસ્થી બનવાની સંભાવના અંગે પુછાયેલા સવાલના જà
01:48 PM Apr 01, 2022 IST
|
Vipul Pandya
ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. લાવરોવે કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પુરુ કરવા માટે ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે બંને દેશો થયેલી વચ્ચે શાંતિ મંત્રણા દરમિયાન હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. મીડિયા તરફથી રશિયા અને યુક્રેન વચ્ચે ભારતના મધ્યસ્થી બનવાની સંભાવના અંગે પુછાયેલા સવાલના જવાબમાં લાવરોવે આ વાત કહી છે.
ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાત માટે ગુરુવારે નવી દિલ્હી પહોંચેલા લવરોવે સ્વતંત્ર ભારતીય વિદેશ નીતિની પણ પ્રશંસા કરી હતી. ઉર્જાના ભાવમાં વધારો અને રશિયા પરના પ્રતિબંધો સહિત અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે હું માનું છું કે ભારતીય વિદેશ નીતિ સ્વતંત્રતા અને સાચા હિતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. રશિયન ફેડરેશનમાં પણ આ જ નીતિ છે અને તે આપણને સારા મિત્રો અને વફાદાર પાર્ટનર બનાવે છે.
કોઈ દબાણ ભારત-રશિયા ભાગીદારીને અસર કરશે નહીં: લાવરોવ
શું તેનાથી ભારત-રશિયા સંબંધો પર અસર થશે? તેવું પુછાતા રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે દબાણ આપણી ભાગીદારીને અસર નથી કરતું. મને કોઈ શંકા નથી કે કોઈપણ દબાણ આપણી ભાગીદારીને અસર નહીં કરે. અમેરિકા અન્ય લોકો પર દબાણ કરી રહ્યું છે.
યુક્રેનના ઘટનાક્રમ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે યુક્રેનમાં સ્પેશિયલ ઓપરેશનને યુદ્ધ કહેવામાં આવી રહ્યું છે, જે યોગ્ય નથી. આ એક સ્પેશિયલ ઓપરેશન છે જે લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને ચાલી રહ્યું છે. અમારો હેતુ રશિયા માટે જોખમી એવા નિર્માણ કરવાની કીવની ક્ષમતા નાશ કરવાનો છે. જ્યારે લાવરોવને પૂછવામાં આવ્યું કે તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતની સ્થિતિ કેવી રીતે જુએ છે? ભારતને તેલ પુરવઠાની ઓફર અને રૂપિયા-રુબલ ચૂકવણી, પ્રતિબંધો અંગે કોઈ પુષ્ટિને કઇ રીતે જુએ છે?જેના જવાબમાં તેમણે કહ્યું કે ‘જો ભારત અમારી પાસેથી કંઈપણ ખરીદવા માંગે છે, તો અમે તેના માટે તૈયાર છીએ. ભારત અમારી પાસેથી જે પણ ખરીદવા માંગે છે તે અમે તેને આપવા માટે તૈયાર છીએ. રશિયા અને ભારત વચ્ચે ઘણા સારા સંબંધો છે.’
Next Article