ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિશ્વમાં માર્ગ અકસ્માતથી મોતની સંખ્યામાં ભારત મોખરે

વિશ્વના એક ટકા વાહનો ભારતમાં છે, પરંતુ રસ્તાઓ પર થતા વાહન અકસ્માતોને કારણે વિશ્વમાં થતા મૃત્યુમાં ભારતનું સ્થાન મોખરે આવી ગયું છે. ભારતમાં માર્ગ અકસ્માતો એક ગંભીર સમસ્યા છે. સરકાર દ્વારા પણ તેનવે પહોંચી વળવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે આંકડાઓ તાજેતરમાં સામે આવી રહ્યા છે તે જોતા કોઇને કોઇ ભૂલ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં રોડ-રસ્તાઓની શું સ્થિતિ છà«
07:41 AM Apr 07, 2022 IST | Vipul Pandya
વિશ્વના એક ટકા વાહનો ભારતમાં છે, પરંતુ રસ્તાઓ પર થતા વાહન અકસ્માતોને કારણે વિશ્વમાં થતા મૃત્યુમાં ભારતનું સ્થાન મોખરે આવી ગયું છે. ભારતમાં માર્ગ અકસ્માતો એક ગંભીર સમસ્યા છે. સરકાર દ્વારા પણ તેનવે પહોંચી વળવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે આંકડાઓ તાજેતરમાં સામે આવી રહ્યા છે તે જોતા કોઇને કોઇ ભૂલ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં રોડ-રસ્તાઓની શું સ્થિતિ છà«
વિશ્વના એક ટકા વાહનો ભારતમાં છે, પરંતુ રસ્તાઓ પર થતા વાહન અકસ્માતોને કારણે વિશ્વમાં થતા મૃત્યુમાં ભારતનું સ્થાન મોખરે આવી ગયું છે. ભારતમાં માર્ગ અકસ્માતો એક ગંભીર સમસ્યા છે. સરકાર દ્વારા પણ તેનવે પહોંચી વળવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે આંકડાઓ તાજેતરમાં સામે આવી રહ્યા છે તે જોતા કોઇને કોઇ ભૂલ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. 
ભારતમાં રોડ-રસ્તાઓની શું સ્થિતિ છે તે કહેવાની જરૂર નથી. વળી ખરાબ રોડ-રસ્તામાં વાહનો ચલાવવા જોખમી સાબિત થઇ શકે છે. જે તાજેતરમાં સામે આવેલા આંકડાઓ પરથી સમજી શકાય છે. મહત્વનું છે કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે માર્ગ અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં મૃત્યુઆંકના સંદર્ભમાં ભારત વિશ્વમાં ટોચ પર છે. જે એક ચિંતાનો વિષય છે. ગડકરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન, જીનીવા દ્વારા પ્રકાશિત વર્લ્ડ રોડ સ્ટેટિસ્ટિક્સ (WRS) 2018ના નવીનતમ અંક અનુસાર, અકસ્માતોની સંખ્યામાં ભારત ત્રીજા ક્રમે છે. 
ગડકરીએ કહ્યું કે, માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની સંખ્યામાં ભારત પ્રથમ અને ઈજાગ્રસ્ત લોકોની સંખ્યામાં ત્રીજા ક્રમે છે. એક અલગ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, વિકાસ માટે કુલ 22 ગ્રીનફિલ્ડ હાઇવે (5 એક્સપ્રેસ-વે જેમાં 2,485 કિમીની લંબાઇ રૂ.1,63,350 કરોડના ખર્ચે છે અને રૂ.1,92,876 કરોડના ખર્ચે 5,816 કિમીની લંબાઇવાળા 17 એક્સેસ કન્ટ્રોલ્ડ હાઇવે)ની કલ્પના કરવામાં આવી છે. મહત્વનું છે કે, 2020માં 18થી 45 વર્ષના વયજૂથની મૃત્યુની ટકાવારી 69.80 ટકા છે. 
દેશમાં દર વર્ષે લાખો માર્ગ અકસ્માતો થાય છે, જેમાં મોટા ભાગના ટૂ વ્હીલરનો સમાવેશ થાય છે. આ માર્ગ અકસ્માતો મોટી સંખ્યામાં મૃત્યુ, ગંભીર ઇજાઓ અથવા લકવો તરફ દોરી જાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં માર્ગ અકસ્માતો ચિંતાનું મુખ્ય કારણ છે. તમે ભારતમાં માર્ગ અકસ્માતના ખૂબ જ ગંભીર કિસ્સાઓ વિશે સાંભળ્યું અને જોયું હશે. જ્યાં દર વર્ષે હજારો લોકો માત્ર માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ પામે છે. જે પોતે જ એક ગંભીર સમસ્યા છે. 
Tags :
accidentdeathsGujaratFirstInjuredPeopleDieRoadRoadAccidentworld
Next Article