ભારત મંડપમ ખાતે 'India AI Impact Summit' નો ભવ્ય પ્રારંભ, PM Modi એ કર્યુ ઉદ્ધાટન
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, UN મહાસચિવ રહ્યાં હાજર
- એક્શનથી ઈમ્પેક્ટ સુધીની ભારતની AI હરણફાળ
- 20 દેશના વડા, 59 મંત્રી સ્તરના પ્રતિનિધિઓ હાજર
- 118 દેશના સરકારી પ્રતિનિધિઓ સમિટમાં ઉપસ્થિત
- 100થી વધુ વૈશ્વિક AI નેતા, CEO પણ ઉપસ્થિત
- વૈશ્વિક કલ્યાણ માટે AIને પ્રોત્સાહન, સંવાદનું નેતૃત્વ
India AI Impact Summit : ભારત હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં 'એક્શનથી ઈમ્પેક્ટ' સુધીની અભૂતપૂર્વ હરણફાળ ભરી રહ્યું છે, જેનો જીવંત પુરાવો તાજેતરમાં યોજાયેલી આ ભવ્ય વૈશ્વિક સમિટમાં જોવા મળ્યો. આ સંમેલનમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને સંયુક્ત રાષ્ટ્ર (UN) ના મહાસચિવ જેવી દિગ્ગજ હસ્તીઓની વિશેષ ઉપસ્થિતિએ ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠા પર મહોર લગાવી છે. વિશ્વના 20 દેશોના વડાઓ, 59 મંત્રી સ્તરના પ્રતિનિધિઓ અને 118 રાષ્ટ્રોના સરકારી પ્રતિનિધિઓની હાજરી સાથે આ મંચ પર 100થી વધુ ગ્લોબલ AI નેતાઓ અને CEO એ મંથન કર્યું હતું. ભારતે આ સંવાદનું નેતૃત્વ સંભાળીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે AI ટેકનોલોજીનો ઉપયોગ માત્ર આર્થિક વૃદ્ધિ માટે નહીં, પરંતુ વૈશ્વિક માનવ કલ્યાણ અને સર્વસમાવેશી વિકાસ માટે થવો જોઈએ.


