Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત પાસે 2024 સુધીમાં ટીબીની વેક્સિન હોઈ શકે છે, ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થશે

શું ભારત 2024 સુધીમાં ટીબી માટે વેક્સિન તૈયાર કરશે? ICMR હેઠળ આવતી NARI એટલે કે નેશનલ એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પુણેના જણાવ્યા અનુસાર, ક્લિનિકલ ટ્રાયલ ઝડપથી ચાલી રહી છે અને 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ વેક્સિનનું ટ્રાયલ ભારતના 6 રાજ્યોમાં 18 સ્થળો પર ચાલી રહ્યું છે, જેમાં 12 હજારથી વધુ વોલન્ટીયર સામેલ છે.ટ્રાયલ પછી, ફોલો-અપ ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે, ત્યારબાદ જો બધુ બરાબર રહેશે તો ટીબી ન
ભારત પાસે 2024 સુધીમાં ટીબીની વેક્સિન હોઈ શકે છે  ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થશે
Advertisement
શું ભારત 2024 સુધીમાં ટીબી માટે વેક્સિન તૈયાર કરશે? ICMR હેઠળ આવતી NARI એટલે કે નેશનલ એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પુણેના જણાવ્યા અનુસાર, ક્લિનિકલ ટ્રાયલ ઝડપથી ચાલી રહી છે અને 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ વેક્સિનનું ટ્રાયલ ભારતના 6 રાજ્યોમાં 18 સ્થળો પર ચાલી રહ્યું છે, જેમાં 12 હજારથી વધુ વોલન્ટીયર સામેલ છે.
ટ્રાયલ પછી, ફોલો-અપ ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે, ત્યારબાદ જો બધુ બરાબર રહેશે તો ટીબી નિવારણ માટેની વેક્સિન આવી શકે છે. આ વેક્સિનના ટ્રાયલમાં કાર્યરત NARI (નેશનલ એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ), પુણેના ડૉ. ઇનિત કાંબલે જણાવ્યું હતું કે,બે ટીબી રસીઓ - VPM 1002 અને ઇમ્યુનોવેકની અસરકારકતા અને સલામતી ચકાસવા માટે પરીક્ષણ ચાલી રહ્યું છે. જેથી કફ પોઝિટિવ પલ્મોનરી ટીબીના દર્દીઓમાંથી તંદુરસ્ત વ્યક્તિઓમાં ટીબી રોગનું સંક્રમણ અટકાવી શકાય.
ટ્યુબરક્યુલોસિસ વેક્સિનની જરૂર છે
2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાના ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે વેક્સિન જરૂરી છે. કાંબલેએ જણાવ્યું હતું કે, "ટીબી રોગને રોકવા માટે VPM 1002 અને ઇમ્યુનોવેક રસીની અસરકારકતા અને સલામતીનું પરીક્ષણ કરવા માટે ત્રીજા તબક્કાની રેન્ડમાઇઝ્ડ ટ્રાયલ છ રાજ્યો, મહારાષ્ટ્ર, દિલ્હી, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક અને ઓડિશાના 18 શહેરોમાં ચાલી રહ્યું છે. આ ટેસ્ટ માટે છ વર્ષ અને તેથી વધુ ઉંમરના 12000 લોકોની નોંધણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે તેનું ફોલો-અપ 2024 સુધી કરવામાં આવશે.  ICMR-NARIએ મહારાષ્ટ્રમાં મુખ્ય કેન્દ્ર છે અને તેણે 1593 લોકોની નોંધણી પૂર્ણ કરી છે. આ લોકો પર 38 મહિના સુધી નિયમિત નજર રાખવામાં આવી રહી છે. છેલ્લું ફોલો-અપ પૂણેમાં 2024 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.
 2025 સુધીમાં ભારત પાસે હશે વેક્સિન
કાંબલેએ કહ્યું, “વૈજ્ઞાનિક તારણોના આધારે ડેટાનું વિશ્લેષણ કર્યા પછી, અમે આ રસીઓની અસરકારકતા અને સલામતી વિશે કોઈ પરિણામ પર પહોંચીએ છીએ. અમને આશા છે કે 2024 સુધીમાં અથવા  2025 સુધીમાં, ભારતમાં ટીબી સામે સારી અને અસરકારક રસી હશે.
Tags :
Advertisement

.

×