India-Myanmar border : ચંદેલ જિલ્લાના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા
India-Myanmar border : મણિપુરના ચંદેલ જિલ્લામાં ભારતીય સેનાના આસામ રાઇફલ્સ યુનિટ અને ઉગ્રવાદીઓ વચ્ચે બુધવાર, 14 મે 2025ના રોજ, ગોળીબારની ઘટના બની હતી.
Advertisement
India-Myanmar border : મણિપુરના ચંદેલ જિલ્લામાં ભારતીય સેના (Indian Army) ના આસામ રાઇફલ્સ યુનિટ (Assam Rifles unit) અને ઉગ્રવાદીઓ વચ્ચે બુધવાર, 14 મે 2025ના રોજ, ગોળીબારની ઘટના બની હતી. આ ઘટના ભારત-મ્યાનમાર સરહદ (Indo-Myanmar border) નજીક આવેલા ખેગજોય તહસીલના ન્યૂ સમતલ ગામ પાસે બની, જ્યાં સશસ્ત્ર ઉગ્રવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ જવાબી કાર્યવાહીમાં, આસામ રાઇફલ્સે (Assam Rifles) રણનીતિપૂર્વકના ઓપરેશનમાં 10 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઘટનાને સુરક્ષા દળોની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને મણિપુરમાં ચાલી રહેલી અશાંતિના સંદર્ભમાં.
Advertisement