ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ફરી એક વખત રશિયાની વિરુદ્ધ પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત, UNHRCમાં વોટિંગમાં ન લીધો ભાગ

યુક્રેન સંકટને લઈને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC)માં શુક્રવારે મતદાન યોજાયું હતું. જેમાં અનેક દેશોએ ભાગ લીધો હતો. પરંતુ દરવખતની જેમ આ વખતે પણ ભારત વોટિંગથી દૂર રહ્યું હતું. માનવ અધિકાર ઉલ્લંઘનની તપાસ માટે  UNHRC માં મતદાન યોજાયું હતું. ભારતે રશિયા વિરુદ્ધ આ પ્રસ્તાવમાં ભાગ લીધો ન હતો. મળતી માહિતી અનુસાર ભારતે રુસ-યુક્રેન યુદ્ધ પર સ્વતંત્ર તપાસ પંચની રચના પર મતદાન કર્યું ન
12:49 PM Mar 04, 2022 IST | Vipul Pandya
યુક્રેન સંકટને લઈને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC)માં શુક્રવારે મતદાન યોજાયું હતું. જેમાં અનેક દેશોએ ભાગ લીધો હતો. પરંતુ દરવખતની જેમ આ વખતે પણ ભારત વોટિંગથી દૂર રહ્યું હતું. માનવ અધિકાર ઉલ્લંઘનની તપાસ માટે  UNHRC માં મતદાન યોજાયું હતું. ભારતે રશિયા વિરુદ્ધ આ પ્રસ્તાવમાં ભાગ લીધો ન હતો. મળતી માહિતી અનુસાર ભારતે રુસ-યુક્રેન યુદ્ધ પર સ્વતંત્ર તપાસ પંચની રચના પર મતદાન કર્યું ન

યુક્રેન સંકટને લઈને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC)માં શુક્રવારે મતદાન
યોજાયું હતું. જેમાં અનેક દેશોએ ભાગ લીધો હતો. પરંતુ દરવખતની જેમ આ વખતે પણ ભારત
વોટિંગથી દૂર રહ્યું હતું. માનવ અધિકાર ઉલ્લંઘનની તપાસ માટે  
UNHRC માં મતદાન યોજાયું
હતું. ભારતે રશિયા વિરુદ્ધ આ પ્રસ્તાવમાં ભાગ લીધો ન
હતો. મળતી માહિતી અનુસાર ભારતે રુસ-યુક્રેન યુદ્ધ પર સ્વતંત્ર તપાસ પંચની રચના પર મતદાન
કર્યું ન હતું.

javascript:nicTemp();

યુક્રેન પર સતત રશિયન હુમલાઓ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર આ મુદ્દે
સતત ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. અમેરિકા અને યુરોપીયન દેશો યુએન દ્વારા રશિયા પર
દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
, પરંતુ ભારતે ફરી એકવાર યુએનમાં પોતાની સ્થિતિ તટસ્થ રાખી છે. આ
પહેલા પણ ભારતે યુદ્ધ ખતમ કરવા માટે બંને દેશો સાથે વાતચીતની હિમાયત કરી હતી.

1 માર્ચના રોજ પણ
યુક્રેનના મુદ્દે તાકીદની બેઠક બોલાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં
ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. આના પર તટસ્થ રહીને ભારતે મતદાન ન કરવાનો નિર્ણય
કર્યો.
29 દેશોએ બેઠક
બોલાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. જ્યારે
5 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આ સાથે ભારત સહિત 13 દેશોએ તટસ્થ રહેવાનો
નિર્ણય લીધો છે.

Tags :
GujaratFirstIndiarussiarussiaukrainewarukraineUNHRC
Next Article