Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત-શ્રીલંકા વચ્ચે આજે રમાશે ડે-નાઇટ ટેસ્ટ મેચ, ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપના ઈરાદે મેદાનમાં ઉતરશે

ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ આજે એટલે કે શનિવાર 12 માર્ચથી બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ એક ઇનિંગ્સ અને 222 રને જીતી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમની નજર બીજી ટેસ્ટ જીતીને સીરિઝ જીતવા પર હશે. બીજી તરફ, શ્રીલંકાના કેપ્ટન આ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા મેદાનમાં ઉતરશે. આ ટેસ્ટ મેચ ડે-નાઈટ હશે અને પિંક બોલથી રમાશ
ભારત શ્રીલંકા વચ્ચે આજે રમાશે ડે નાઇટ ટેસ્ટ મેચ  ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપના ઈરાદે મેદાનમાં ઉતરશે
Advertisement
ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ આજે એટલે કે શનિવાર 12 માર્ચથી બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ એક ઇનિંગ્સ અને 222 રને જીતી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમની નજર બીજી ટેસ્ટ જીતીને સીરિઝ જીતવા પર હશે. બીજી તરફ, શ્રીલંકાના કેપ્ટન આ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા મેદાનમાં ઉતરશે. આ ટેસ્ટ મેચ ડે-નાઈટ હશે અને પિંક બોલથી રમાશે.
ભારતીય ટીમ ભારતમાં અત્યાર સુધીમાં બે પિંક બોલ ટેસ્ટ રમી ચુકી છે. આજે એટલે કે શનિવારથી શરૂ થનારી ટેસ્ટ ઘરઆંગણે ભારતની ત્રીજી અને એકંદરે ચોથી ડે-નાઈટ ટેસ્ટ હશે. ભારતે અગાઉ બાંગ્લાદેશ (2019, કોલકાતા) અને ઇંગ્લેન્ડ (માર્ચ 2021, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ) સામે પિંક બોલ ટેસ્ટનું આયોજન કર્યું હતુ. વળી, ભારતે એકમાત્ર વિદેશી પિંક બોલ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. વિરાટ કોહલીએ પણ બાંગ્લાદેશ સામે તેની 70મી અને છેલ્લી ટેસ્ટ સદી ફટકારી હતી. પિંક બોલ ટેસ્ટમાં અત્યાર સુધી શાનદાર રેકોર્ડ ધરાવતી ટીમ ઈન્ડિયા આ મેચ માટે પણ તૈયાર દેખાઇ રહી છે. આ તૈયારીઓ વચ્ચે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડે-નાઈટ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર વિરાટ એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. બંને બેટ્સમેનોએ લાઇટની નીચે ઘણી પ્રેક્ટિસ કરી હતી.

BCCIએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તેઓ ભારતીય ટીમ માટે પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. આ દરમિયાન રોહિત અને વિરાટે બીજી ટેસ્ટ માટે લાઇટની નીચે જોરદાર પ્રેક્ટિસ કરી હતી. બંને બેટ્સમેનોએ ફ્લડલાઈટ નીચે બેટિંગની પ્રેક્ટિસ કરી છે. BCCIએ આ મેચ માટે 100 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપી છે, તેથી વિરાટ પાસે તેના હોમ ગ્રાઉન્ડ હોમ પ્રેક્ષકોની સામે પિંક બોલ ટેસ્ટમાં ફરીથી સદી ફટકારવાની મોટી તક છે. વિરાટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી 2019માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં ફટકારી હતી.
વિરાટ કોહલી, જે છેલ્લા 28 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો ન હતો, જ્યારે તે શનિવારથી પિંક બોલથી રમાનારી શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ (IND vs SL 2જી ટેસ્ટ)માં તેના IPL મેદાન પર આવે છે, ત્યારે બધાની નજર તેના પર હશે. શ્રીલંકા અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12-16 માર્ચ દરમિયાન બેંગ્લોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. મોહાલી ટેસ્ટ વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ હતી. જેમાં વિરાટ કોહલી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહતો. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું વિરાટ કોહલી ગાર્ડન સિટીમાં સદીના દુકાળને ખતમ કરી શકશે?
Advertisement
Tags :
Advertisement

.

×