India US Tariff Update : ટેરિફ મામલે ભારત સામે ઝૂક્યું અમેરિકા!
અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફ મામલે મોટા સમાચાર આવ્યા છે. અમેરિકાએ ભારત પર ટેરિફનું ભારણ ઘટાડ્યુ છે. 25 ટકાથી ઘટાડીને 18 ટકા ટેરિફ લાગૂ કરવામાં આવ્યો છે.
Advertisement
અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફ મામલે મોટા સમાચાર આવ્યા છે. અમેરિકાએ ભારત પર ટેરિફનું ભારણ ઘટાડ્યુ છે. 25 ટકાથી ઘટાડીને 18 ટકા ટેરિફ લાગૂ કરવામાં આવ્યો છે. કૃષિ, ઊર્જા અને ઓઈલ સેક્ટરમાં વેપાર વધશે એવું નિષ્ણાતોનું માનવું છે. પહેલા અમેરિકાએ કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એલાનથી ઉદ્યોગ જગતને નવી આશા છે. ભારત હવે રશિયા પાસેથી ઓઈલ ખરીદી બંધ કરશે તેમ ટ્રમ્પે જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત હવે રશિયાથી નહીં વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે. ભારત હવે રશિયાના બદલે અમેરિકા પાસેથી ખરીદી કરશે. ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર વધુ સુદ્રઢ બનશે.
Advertisement


