Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતનો અફઘાનિસ્તાન સામે 101 રનથી શાનદાર વિજય

ભારતે જીત સાથે એશિયા કપ ટૂર્નામેન્ટ પૂર્ણ કરી છે. એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની આજની મેચમાં ભારત 101 રનની શાનદાર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ નિર્ધારિત ઓવરમાં 111 રન જ બનાવી શકી હતી. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં (Dubai International Stadium) ખાતે રમાય રહેલી ભારત અને અફઘાનિસ્તાન સામેની મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બોલિંàª
ભારતનો અફઘાનિસ્તાન સામે 101 રનથી શાનદાર વિજય
Advertisement
ભારતે જીત સાથે એશિયા કપ ટૂર્નામેન્ટ પૂર્ણ કરી છે. એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની આજની મેચમાં ભારત 101 રનની શાનદાર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ નિર્ધારિત ઓવરમાં 111 રન જ બનાવી શકી હતી.


દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં (Dubai International Stadium) ખાતે રમાય રહેલી ભારત અને અફઘાનિસ્તાન સામેની મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી ભારતને બેટિંગ માટે નિમંત્રણ આપ્યું હતું જે બાદ મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ વતી વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા અણનમ 61 બોલમાં 122 રન ફટકાર્યા હતા. તે સિવાય કે.એલ.રાહુલે 41 બોલમાં 62 રન કર્યાં હતા. ભારતીય ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 212 રન ફટકાર્યાં હતા અને અફઘાનિસ્તાનને જીત માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો છે.
Advertisement

એશિયા કપમાં (Asia Cup 2022) પાકિસ્તાનને હરાવીને શાનદાર શરૂઆત કરનારી ભારતીય ટીમ ઈન્ડિયાનું સુપર-4 સુધીમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું. બંન્ને મેચોમાં ભારત મેચ અંતિમ ઓવરો સુધી લઈ ગયા પરંતુ છેલ્લી ઘડીએ જીત હાંસલ કરવામાંથી ચુકી ગયા. હવે ભારત એશિયા કપના સુપર-4ના મુકાબલામાં પોતાની અંતિમ ઔપચારિક મેચ અફઘાનિસ્તાન સામે રમશે.  આ મેચમાં ભારત જીત મેળવીને ટૂર્નામેન્ટમાં સમ્માનજનક સફર પૂર્ણ કરવા ઈચ્છશે.
આજની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં (Dubai International Stadium) રમાશે. અત્યાર સુધી રમાયેલી મેચોથી ખ્યાલ આવે છે કે દુબઈની પીચ થોડી સ્લો થઈ છે અને અહીં ટોસ ખુબ મહત્વપૂર્ણ છે. ટોસ જીતનારી ટીમનું પલડું ભારે રહે છે. પીચની વાત કરવામાં આવે તો અહીં પહેલી ઈનિંગમાં પિચ બોલરો માટે સારી રહેશે જ્યારે બીજી ઈનિંગમાં બેટ્સમેન માટે પિચ રન બનાવવા માટે ઘણી સરળ રહે છે. ભારતે સુપર-4ની પોતાની બંન્ને મેચોમાં ટોસ હાર્યો છે. જો ઈન્ટરનેશનલ  ટી20માં ભારત-અફઘાનિસ્તાનની ટીમોનો રેકોર્ડ જોવામાં આવે તો ભારત અને અફઘાનિસ્તાન એક બીજા સામે 3 મેચ રમી છે. ભારતે ત્રણેય મેચોમાં અફઘાનિસ્તાનને હરાવ્યું છે.
એશિયા કપની  (Asia Cup 2022) સુપર 4ની (Super ) છેલ્લી બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની ઘણી ખામીઓ સામે આવી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન નહી કરવાનો પ્રયત્ન કરશે અને પ્લેઈંગ-11 પર યોગ્ય ખેલાડીઓને ઉતારશે. મહત્વપૂર્ણ છે કે બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11 અને ગેમ પ્લાનિંગને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
મેચ પહેલા સ્ટેડિયમ પાસે આગ
દુબઈ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા એન્ટ્રી ગેટ પાસે આગ લાગી હતી. આ આગ એન્ટ્રી ગેટ પાસે એક બિલ્ડિંગમાં લાગી હતી. જેનો ધુમાડો આખા સ્ટેડિયમની આસપાસ દેખાવા લાગ્યો હતો.
Advertisement

Tags :
Advertisement

.

×