ટી-20માં ભારતના ખેલાડીઓ ફ્લોપ ટોપ-10 રેન્કિંગમાં એકમાત્ર ભારતીય ખેલાડી
વેસ્ટઈન્ડીઝ અને શ્રીલંકાની
સામે સતત બે ટી-20 સિરીઝમાં જીત પછી પણ હાલમાં જ આઈસીસી દ્વારા જાહેર કરવામાં
આવેલા ટી-20 રેન્કિંગમાં ભારતના ખેલાડીઓને સ્થાન નથી મળ્યું. ટોપ-10 બેટ્સમેનો,
બોલરો અને ઓલરાઉન્ડરના લિસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી કે.એલ.રાહુલનો સમાવેશ થયો
છે. કે.એલ.રાહુલ બેટ્સમેનોના લિસ્ટમાં 10માં સ્થાને છે. તેમના કુલ 646 પોઈન્ટ્સ
છે. પરંતુ તે સિવાય કોઈપણ બેટ્સમેન કે બોલર ટો-10માં પોતાનું સ્થાન મેળવી શક્યા
નથી. બોલરમાં ભૂવનેશ્વર કુમાર 18માં સ્થાને છે. જ્યારે ઓલરાઉન્ડરની વાત કરવામાં
આવે તો તેમાં ટોપ-20માં એક પણ ભારતીય ખેલાડી સ્થાન મેળવી શક્યો નથી. રોહિત શર્મા
14માં નંબરે અને વિરાટ કોહલી 16માં સ્થાને છે.
Plenty of movement in the latest @MRFWorldwide ICC Men's Player Rankings for T20Is 🔢
More 👇
— ICC (@ICC) April 13, 2022" title="" target="">javascript:nicTemp();
પાકિસ્તાનનો બેટ્સમેન બાબર
આઝમ 818 પોઈન્ટની સાથે ટી-20માં પ્રથમ સ્થાને છે. બાબર આઝમને હાલમાં જ માર્ચ મહિના
માટે પ્લેયર ઓફ ધ એવોર્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. બીજા નંબર પર દક્ષિણ
આફ્રિકાનો એડન માર્કરમ અને ત્રીજા સ્થાને પાકિસ્તાનનો વિકેટ કિપર મોહમ્મદ રિઝવાન
છે. રિઝવાન છેલ્લા વર્ષે ટી-20માં પ્લેયર ઓફ ધ ઈયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ બોલરની વાત કરવામાં આવે તો ટી-20માં
ટોપ-10 બોલરમાં શાહીન અફરીરી પણ સામેલ થઈ ચૂક્યો છે. શાહીન અફરીરી ટોપ-10 બોલરમાં દસમું
સ્થાન પ્રાપ્ત કર્યું છે. દક્ષિણ આફ્રિકાનો તબરેઝ શમ્સી ટી-20નો નંબર -1 બોલર છે.
ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ ત્રીજા સ્થાને અને એડમ ઝામ્પા ચોથા સ્થાને છે.
તો સાથે સાથે નામીબિયાના
જેજે સ્પિત ટોપ-5 ઓલરાઉન્ડરમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ થયો છે. તેમણે
યુગાન્ડા સામે હાલમાં જ એક મેચમાં 35 બોલમાં 71 રન ફટકાર્યા અને સાથે 10 રન આપીને
6 વિકેટ પણ ઝડપી હતી. તેમાં એક હેટ્રિક પણ સામેલ છે. દક્ષિણ આફ્રિકા અને
બાંગ્લાદેશની વ્ચેની સિરીઝ પૂર્ણ થયા પછી ટેસ્ટ રેન્કિંગમાં પણ ઘણા ફેરફાર થયા છે.
કેશવ મહારાજ કે જેમણે છેલ્લી ટેસ્ટ મેચમાં બોલ અને બેટ બંને દ્વારા શાનદાર
પ્રદર્શન કર્યું હતું અને પ્લેયર ઓફ ધ મેચની સાથે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. તે
બોલરના રેન્કિંગમાં 21માં સ્થાને છે જ્યારે ઓલરાઉન્ડરના રેન્કિંગમાં 13માં સ્થાને
છે.


