ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતીય મહિલા ટીમનો શ્રીલંકા સામે 39 રને વિજય, ODI શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ વનડેમાં યજમાન શ્રીલંકાને 39 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારતે પ્રથમ વનડે 4 વિકેટે અને બીજી 10 વિકેટે જીતી હતી. ગુરુવારે રમાયેલી ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટે 255 રન બનાવ્યા અને ત્યારબાદ શ્રીલંકાને 47.3 ઓવરમાં 216 રનમાં ઓલઆઉટ કરી દીધી. શ્રીલંકા તરફથી નિલાક્ષી ડી સિલ્વા સૌથી વધુ સ્કોરર રહી હ
01:38 PM Jul 07, 2022 IST | Vipul Pandya
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ વનડેમાં યજમાન શ્રીલંકાને 39 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારતે પ્રથમ વનડે 4 વિકેટે અને બીજી 10 વિકેટે જીતી હતી. ગુરુવારે રમાયેલી ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટે 255 રન બનાવ્યા અને ત્યારબાદ શ્રીલંકાને 47.3 ઓવરમાં 216 રનમાં ઓલઆઉટ કરી દીધી. શ્રીલંકા તરફથી નિલાક્ષી ડી સિલ્વા સૌથી વધુ સ્કોરર રહી હ

ભારતીય
મહિલા ક્રિકેટ ટીમે ત્રીજી અને અંતિમ વનડેમાં યજમાન શ્રીલંકાને 39 રને હરાવીને
ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. ભારતે પ્રથમ વનડે 4 વિકેટે
અને બીજી 10 વિકેટે જીતી હતી. ગુરુવારે રમાયેલી ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા
ભારતે 9 વિકેટે 255 રન બનાવ્યા અને ત્યારબાદ શ્રીલંકાને 47.3 ઓવરમાં 216 રનમાં
ઓલઆઉટ કરી દીધી.

શ્રીલંકા
તરફથી નિલાક્ષી ડી સિલ્વા સૌથી વધુ સ્કોરર રહી હતી જેણે 59 બોલમાં 48 રન બનાવ્યા
હતા. તેમના સિવાય કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 44
, હસિની પરેરાએ 39 અને હર્ષિતા સમરવિક્રમાએ 22 રન બનાવ્યા હતા. ભારતીય
ટીમ તરફથી રાજેશ્વરી ગાયકવાડે 10 ઓવરમાં 36 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તે જ
સમયે મેઘના સિંહ અને પૂજા વસ્ત્રાકરને બે-બે જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર
, દીપ્તિ શર્મા અને હરલીન દેઓલને એક-એક
સફળતા મળી હતી.

Tags :
CleanSweepGujaratFirstIndianwomenODISeriesSriLanka
Next Article