Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ISROનું સૌથી ભારે રોકેટ LVM3-M2 થયું લોન્ચ, જુઓ વિડીયો

ISROનું રોકેટ LVM3 એક ખાનગી કોમ્યુનિકેશન ફર્મ વનવેબના 36 ઉપગ્રહોને લઈને શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ 23 ઓક્ટોબરે બપોરે 12:07 વાગ્યે થયું હતું. વાસ્તવમાં ઈસરોની વનવેબ સાથે ડીલ છે. તે આવા બે લોન્ચિંગ કરશે. એટલે કે 23 ઓક્ટોબરના લોન્ચિંગ બાદ બીજું લોન્ચિંગ થવાનું છે.રૉકેટના ક્રાયો સ્ટેજ, ઈક્વિપમેન્ટ બે એસેમ્બલી પૂર્ણ થઈ ચુકી છે. સેટેલાઈટને રૉકેટના આગળના ભાગમાં લગાવી દેવàª
isroનું સૌથી ભારે રોકેટ lvm3 m2 થયું લોન્ચ  જુઓ વિડીયો
Advertisement
ISROનું રોકેટ LVM3 એક ખાનગી કોમ્યુનિકેશન ફર્મ વનવેબના 36 ઉપગ્રહોને લઈને શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ 23 ઓક્ટોબરે બપોરે 12:07 વાગ્યે થયું હતું. વાસ્તવમાં ઈસરોની વનવેબ સાથે ડીલ છે. તે આવા બે લોન્ચિંગ કરશે. એટલે કે 23 ઓક્ટોબરના લોન્ચિંગ બાદ બીજું લોન્ચિંગ થવાનું છે.
રૉકેટના ક્રાયો સ્ટેજ, ઈક્વિપમેન્ટ બે એસેમ્બલી પૂર્ણ થઈ ચુકી છે. સેટેલાઈટને રૉકેટના આગળના ભાગમાં લગાવી દેવામાં આવ્યું છે અને અંતિમ તપાસ ચાલી રહી છે. વનવેબ સાથે ઈસરોની બે ડીલ થઈ છે, 23મી ઓક્ટબરની લોન્ચિંગ બાદ અન્ય એક લોન્ચિંગ પણ થશે. જે આગામી વર્ષે જાન્યુઆરીમાં સંભવિત માનવામાં આવી રહી છે.
આ સેટેલાઈટ્સને પૃથ્વીની નિચલી કક્ષામાં તૈનાત કરવામાં આવશે. આ બ્રોડબેન્ડ કોમ્યુનિકેશન સેટેલાઈટ્સ છે. જેનું નામ વનવેબ લિયો (OneWeb Leo) છે. LVM3ની આ પહેલી કોમર્શિયલ ઉડાન છે. અગાઉ વર્ષ 2019માં આ રૉકેટથી ચંદ્રયાન-2 (Chandrayaan-2), 2018માં GSAT-2, 2017માં GSAT-1 અને તે પહેલા વર્ષ 2014માં ક્રૂ મોડ્યુલ એટમોસ્ફેરિક રિ-એન્ટ્રી એક્સપેરિમેન્ટ (CARE) હાથ ધરવામાં આવ્યું હતું.
આ તમામ મિશન દેશના હતા એટલે કે સરકારી હતા. આ રોકેટમાં પહેલીવાર ખાનગી કંપનીનો સેટેલાઇટ જશે. આ રોકેટથી અત્યાર સુધીમાં ચાર પ્રક્ષેપણ કરવામાં આવ્યા છે. ચારેય સફળ રહ્યા છે. આ તેનું પાંચમું લોન્ચિંગ છે.

Advertisement
Tags :
Advertisement

.

×