Indore couple case: Raja Raghuvanshi ની પત્ની Sonam એ જ કરાવી હત્યા!
શિલોંગ કેસમાં સોનમની ધરપકડ સોનમ સહિત 3 છોકરાઓની પોલીસે કરી ધરપકડ રાજા રઘુવંશીની હત્યાનો આખો મામલો શું છે? Indore Missing Couple case News : ઇન્દોરના નવપરિણીત દંપતી રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી (Raja Raghuvanshi and Sonam Raghuvanshi) ના મેઘાલયના...
Advertisement
- શિલોંગ કેસમાં સોનમની ધરપકડ
- સોનમ સહિત 3 છોકરાઓની પોલીસે કરી ધરપકડ
- રાજા રઘુવંશીની હત્યાનો આખો મામલો શું છે?
Indore Missing Couple case News : ઇન્દોરના નવપરિણીત દંપતી રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશી (Raja Raghuvanshi and Sonam Raghuvanshi) ના મેઘાલયના શિલોંગમાં હનીમૂન દરમિયાન ગુમ થવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે, જેમાં રાજાનો મૃતદેહ મળ્યા બાદ લાંબા સમયથી ગુમ રહેલી સોનમ રઘુવંશી ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી મળી આવી છે. ગાઝીપુર પોલીસે સોનમની ધરપકડ કરી છે, અને આશ્ચર્યજનક રીતે, પોલીસે દાવો કર્યો છે કે સોનમ પણ રાજાની હત્યામાં સામેલ હોઈ શકે છે. આ ઘટનામાં 3 અન્ય પુરુષોની પણ ધરપકડ કરવામાં આવી છે, જે મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ તપાસને નવી દિશા આપી છે, અને હવે પોલીસ આ હત્યાના પાછળના ચોક્કસ કારણોની શોધખોળ કરી રહી છે.
Advertisement