ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હેનરિકની ક્લાસિક ઇનિંગ્સ, આફ્રિકાએ ભારતને 4 વિકેટથી હરાવી શ્રેણીમાં 2-0ની લીડ મેળવી

દક્ષિણ આફ્રિકાએ રવિવારે પાંચ મેચની T20I શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યાંક 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હેનરિક ક્લાસને તેની કારકિર્દીની ચોથી અને બીજી અડàª
05:15 PM Jun 12, 2022 IST | Vipul Pandya
દક્ષિણ આફ્રિકાએ રવિવારે પાંચ મેચની T20I શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યાંક 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હેનરિક ક્લાસને તેની કારકિર્દીની ચોથી અને બીજી અડàª
દક્ષિણ આફ્રિકાએ રવિવારે પાંચ મેચની T20I શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યાંક 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હેનરિક ક્લાસને તેની કારકિર્દીની ચોથી અને બીજી અડધી સદી ભારત વિરૂદ્ધ મુલાકાતી ટીમ માટે ફટકારી હતી. તેણે 46 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 81 રનની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. તેના સિવાય કેપ્ટન ટેમ્બા બાવુમાએ 35 અને ડેવિડ મિલરે અણનમ 20 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી.
આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. યજમાન ટીમ તરફથી ઈશાન કિશને 34, સુકાની રિષભ પંતે 5, શ્રેયસ અય્યરે 40 રન બનાવ્યા હતા. તે જ સમયે, દિનેશ કાર્તિકે છેલ્લી ઓવરમાં બે સિક્સર ફટકારીને ટીમનો સ્કોર 140ની પાર પહોંચાડ્યો હતો. કાર્તિક 21 બોલમાં 30 રન બનાવીને અણનમ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી એનરિક નોરખિયાએ બે જ્યારે કેગીસો રબાડા, વેઈન પાર્નેલ, ડ્વેન પ્રિટોરિયસ અને કેશવ મહારાજે એક-એક વિકેટ લીધી હતી.
Tags :
AfricaclassicinningsGujaratFirstHenrikKlaassenIndiaINDvsSAT20Series
Next Article