ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાનમાં મોંઘવારીના સાપે માર્યો જનતાને ડંખ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો 30 રૂપિયાનો વધારો

પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમા હવે વધારો થયો છે. જીહા, પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારે 30 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અહીં સ્થિતિ ધીમે ધીમે શ્રીલંકા જેવી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. અહીં લોકો સરકારથી ખૂબ જ પરેશાન દેખાઇ રહ્યા છે. મોંઘવારી અને ચીજવસ્તુઓની વધતી કિંમતો પાકિસ્તાનમાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. પા
03:06 AM May 27, 2022 IST | Vipul Pandya
પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમા હવે વધારો થયો છે. જીહા, પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારે 30 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અહીં સ્થિતિ ધીમે ધીમે શ્રીલંકા જેવી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. અહીં લોકો સરકારથી ખૂબ જ પરેશાન દેખાઇ રહ્યા છે. મોંઘવારી અને ચીજવસ્તુઓની વધતી કિંમતો પાકિસ્તાનમાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. પા
પાકિસ્તાનમાં મોંઘવારીના કારણે જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમા હવે વધારો થયો છે. જીહા, પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારે 30 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. અહીં સ્થિતિ ધીમે ધીમે શ્રીલંકા જેવી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. અહીં લોકો સરકારથી ખૂબ જ પરેશાન દેખાઇ રહ્યા છે. 
મોંઘવારી અને ચીજવસ્તુઓની વધતી કિંમતો પાકિસ્તાનમાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક સાથે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં રૂ.30 નો વધારો થયો છે. પેટ્રોલિયમ ઉત્પાદનોમાં વધારો ગુરુવારે મધરાતથી લાગુ થઈ ગયો છે. આ વધારા બાદ પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત 179.85 રૂપિયા (અંદાજે 180 રૂપિયા) જ્યારે ડીઝલની કિંમત 174.15 રૂપિયા પ્રતિ લિટર અને કેરોસીન 155.95 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. પેટ્રોલિયમની કિંમતોમાં વધારાને લઈને પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે ગુરુવારે ટ્વીટ કરીને પેટ્રોલ-ડીઝલ અને કેરોસીન તેલની કિંમતોમાં વધારાની જાણકારી આપી હતી.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, સરકારે શુક્રવાર 27 મેથી પેટ્રોલ, હાઈ સ્પીડ ડીઝલ, કેરોસીન (કેરોસીન ઓઈલ) અને લાઈટ ડીઝલ ઓઈલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવી કિંમતો મધરાતથી લાગુ થશે. પેટ્રોલની નવી કિંમત 179.86 રૂપિયા અને ડીઝલની કિંમત 174.15 રૂપિયા પ્રતિ લિટર હશે. મળતી માહિતી મુજબ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા સામાન પરની સબસિડી ખતમ કરવાનો આગ્રહ કર્યા બાદ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતમાં ભારે વધારો જાહેર કરવામાં આવ્યો છે. વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે પાકિસ્તાનના લોકોની મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો - પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, ઈમરાન ખાનની રેલીમાં ભડકી હિંસા
Tags :
dieselDieselPriceHikeFirstGujaratFormerPrimeMinisterGujaratFirstImranKhanInflationPakistanPakistanDieselPriceHikePakistanGovernmentPakistanPetrol-DieselPriceHikePakistanPetrolPriceHikepetrolpetrol-dieselPetrol-DieselPriceHikepetrolpricehikepricehike
Next Article