ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મદરેસાઓમાં શાળાકીય શિક્ષણને બદલે કંઇક જુદીજ પ્રવૃતિઓ ચાલે છે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીનું નિવેદન ચર્ચામાં

ત્રણ દિવસીય પોલીસ કોન્ફરન્સનો હતો કાર્યક્રમ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ  મદરેસાઓને લઈને આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું કે મદરેસામાં શાળાકીય શિક્ષણને બદલે કંઈક બીજું થઈ રહ્યું છે, અને આ ચિંતાનો વિષય છે. ત્રિ- દિવસીય પોલીસ કોન્ફરન્સમાં બોલતા મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે રાજ્યની તમામ મદરેસાઓનો સર્વે કરવામાં આવશે. ઉત્તરાખંડ પોલીસ આ સર્વે કરશે.
07:32 AM Dec 23, 2022 IST | Vipul Pandya
ત્રણ દિવસીય પોલીસ કોન્ફરન્સનો હતો કાર્યક્રમ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ  મદરેસાઓને લઈને આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું કે મદરેસામાં શાળાકીય શિક્ષણને બદલે કંઈક બીજું થઈ રહ્યું છે, અને આ ચિંતાનો વિષય છે. ત્રિ- દિવસીય પોલીસ કોન્ફરન્સમાં બોલતા મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે રાજ્યની તમામ મદરેસાઓનો સર્વે કરવામાં આવશે. ઉત્તરાખંડ પોલીસ આ સર્વે કરશે.
ત્રણ દિવસીય પોલીસ કોન્ફરન્સનો હતો કાર્યક્રમ 
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ  મદરેસાઓને લઈને આપેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું કે મદરેસામાં શાળાકીય શિક્ષણને બદલે કંઈક બીજું થઈ રહ્યું છે, અને આ ચિંતાનો વિષય છે. ત્રિ- દિવસીય પોલીસ કોન્ફરન્સમાં બોલતા મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે રાજ્યની તમામ મદરેસાઓનો સર્વે કરવામાં આવશે. ઉત્તરાખંડ પોલીસ આ સર્વે કરશે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં કેટલાક લોકોનો વસવાટ ચિંતાનો વિષય છે. રાજ્યમાં અનિચ્છનીય તત્વોને રોકવા પોલીસ માટે મોટો પડકાર છે.
ઉત્તરાખંડનું દિવ્ય સ્વરૂપ યથાવત રહેવું જોઇએઃ ધામી 
ધામીએ કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડનું સ્વરૂપ બગાડવું જોઈએ નહીં. આ સ્થળનું દિવ્ય સ્વરૂપ યથાવત રહેવું જોઈએ. આની જવાબદારી ઉત્તરાખંડ પોલીસની છે. આ માટે રાજ્યમાં અનિચ્છનીય તત્વોને અટકાવવા પડશે. તેમના પર કડકાઈ કરવી પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યની ઘણી મદરેસાઓમાં શાળાકીય પ્રવૃત્તિઓને બદલે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓના અહેવાલો છે. તેમણે કહ્યું કે સરકારે આ મદરેસાઓનો સર્વે કરવાની વાત પહેલા જ કરી દીધી છે.

પોલીસને સર્વેની કામગીરી સોંપવામાં આવી 
હવે આ સર્વેને આગળ લઈ જવાની અને વહેલી તકે સર્વે હાથ ધરવાની જવાબદારી ઉત્તરાખંડ પોલીસને આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં શંકાસ્પદ વસાહતો ઉભી થઈ છે. તેમાં મજબૂત ઇનપુટ્સ પણ છે. આવી સ્થિતિમાં આ પ્રકારની વસ્તી કેવી રીતે અટકાવવી તે ચિંતાનો વિષય છે.
કાર્યવાહી માટે પોલીસને પૂરતી સત્તા આપી 
મુખ્યમંત્રી ધામીએ તેમના સંબોધન દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે ઉત્તરાખંડમાં અનિચ્છનીય તત્વોની વસ્તી વધવા પર ચિંતા વ્યક્ત કરી હતી.પોલીસને છૂટો દોર આપતા તેમણે કહ્યું કે આવા લોકોની ઓળખ કરવામાં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું કે દેવભૂમિમાં ન તો અનિચ્છનીય પ્રવૃત્તિઓ અને ન તો અનિચ્છનીય લોકોને મંજૂરી છે.
આ પણ વાંચોઃ જેલમાં બંધ ધારાસભ્યની 1300 વખત સિગ્નેચર કરાવાઇ, જાણો સમગ્ર મામલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ActivitiesGujaratFirstmadrassasPushkarsinghDhamischooleducationstatementSuspiciousUttarakhandChiefMinisterDhami
Next Article