ઈરાનનો 7 દેશ પર એકસાથે મિસાઈલ મારો, મોટા શહેરોમાં વિસ્ફોટોથી ફફડાટ
Iran Missile Strike : પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચતા ઈરાને એક અત્યંત આક્રમક વ્યૂહરચના હેઠળ પડોશી અને અન્ય 7 દેશો પર એકસાથે ભીષણ હુમલો કરી દીધો છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. આ સૈન્ય કાર્યવાહીમાં કતાર અને બેહરીન જેવા દેશોની રાજધાનીઓમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા, જેનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે.
Advertisement
Iran Missile Strike : પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચતા ઈરાને એક અત્યંત આક્રમક વ્યૂહરચના હેઠળ પડોશી અને અન્ય 7 દેશો પર એકસાથે ભીષણ હુમલો કરી દીધો છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. આ સૈન્ય કાર્યવાહીમાં કતાર અને બેહરીન જેવા દેશોની રાજધાનીઓમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા, જેનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ હુમલાનો વ્યાપ એટલો મોટો છે કે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અબુધાબીમાં આવેલા ફ્રાન્સના વ્યૂહાત્મક નેવલ બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઉભી કરી છે, કારણ કે પશ્ચિમી શક્તિઓના સૈન્ય મથકો પર સીધો હુમલો વૈશ્વિક સુરક્ષા સમીકરણોને બદલી શકે છે અને આવનારા સમયમાં વળતા પ્રહારની શક્યતાઓને વધુ પ્રબળ બનાવી રહ્યો છે.
Advertisement


