ઇરફાન ખાને આ હિટ હોલિવૂડ ફિલ્મોને રિજેક્ટ કરી હતી, જાણો શું હતું કારણ
દિવંગત અભિનેતા ઈરફાન ખાન શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક હતા અને તેમની એક્ટીંગના લોકો આજે પણ દીવાના એછ. ભલે તેમણે કરેલી ફિલ્મો કમર્શયલી હીટ રહી હોય કે નહીં પણ તેમના પાત્રો હંમેશા લોકોના હદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જો કે મોટાભાગની ફિલ્મો લોકોને આજે પણ ગમે છે. આંખોથી અભિનય કરી લોકોના મનમાં જીવતા ઇરફાન હંમેશા પોતાની ફિલ્મોના સિલેક્શનમાં પણ સતેજ રહેતાં હતાં. તેમણે 60થી વધુ ફિલ્મોમાà
Advertisement
દિવંગત અભિનેતા ઈરફાન ખાન શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક હતા અને તેમની એક્ટીંગના લોકો આજે પણ દીવાના એછ. ભલે તેમણે કરેલી ફિલ્મો કમર્શયલી હીટ રહી હોય કે નહીં પણ તેમના પાત્રો હંમેશા લોકોના હદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જો કે મોટાભાગની ફિલ્મો લોકોને આજે પણ ગમે છે. આંખોથી અભિનય કરી લોકોના મનમાં જીવતા ઇરફાન હંમેશા પોતાની ફિલ્મોના સિલેક્શનમાં પણ સતેજ રહેતાં હતાં. તેમણે 60થી વધુ ફિલ્મોમાં કામ કર્યું પરંતુ શું તમે જાણો છો કે ઈરફાન ખાને હોલીવુડની ઘણી હિટ ફિલ્મોને રિજેક્ટ કરી હતી અને તેની પાછળ એક ખાસ કારણ હતું. સ્વર્ગસ્થ અભિનેતા ઈરફાન ખાન પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક હતા. ઈરફાન ખાને પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી અને પછી તેમણે 60થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું. પીકુ, હૈદર, મકબૂલ, લંચબોક્સ,મેટ્રો, ગિલ્ટી, હિન્દી મિડીયમ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે.
ઈરફાન ખાનની કેટલી હિટ ફિલ્મો?
26 ડિઝાસ્ટર, 15 ફ્લોપ, 3 હિટ, 4 સેમી-હિટ અને કોઈ બ્લોકબસ્ટર નથી તેમ છતાં સાથે તેમની તમામ મૂવીઝમાં તેમનો સર્વ શ્રેષ્ઠ અભિનય જોવા મળે છે. તેમની ગણતરી ભારતીય સિનેમાના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. તેમણે માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ બ્રિટિશ ફિલ્મો અને હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઈરફાન ખાનને ઘણી હોલીવુડ ફિલ્મોની ઓફર મળી હતી, જેમાંથી તેણે કેટલીક ફિલ્મો ફગાવી દીધી હતી.
બોડી ઓફ લાઈઝ
દિગ્દર્શક રીડલી સ્કોટે લીઓનાર્ડો ડી કેપ્રિયો અને રસેલ ક્રો અભિનીત ફિલ્મ બોડી ઓફ લાઈઝમાં મુખ્ય ભૂમિકા માટે ઈરફાન ખાનની પસંદગી કરી હતી. પરંતુ તે સમયે અભિનેતા પીકુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને તેની પાસે તારીખો નહોતી. જેના કારણે તેણે આ ફિલ્મ રિજેક્ટ કરી હતી.
ઈન્ટરસ્ટેલર
ફિલ્મ હોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મનું નિર્દેશન ક્રિસ્ટોફર નોલાન દ્વારા કરવામાં આવ્યું હતું. ઈરફાન ખાને તેમને ના કહેવા જેવો મોટો નિર્ણય ઘણી મુશ્કેલીથી લીધો. આ વાત ખુદ અભિનેતાએ જણાવી હતી. તે સમયે ઈરફાન ધ લંચબોક્સ અને ડી-ડે ફિલ્મો માટે કમિટમેન્ટ આપી ચૂક્યાં હતાં.
ધ માર્ટિયન
ઈરફાન ખાનને ડિરેક્ટર રિડલી સ્કોટની સાયન્સ-ફિક્શન ફિલ્મ 'ધ માર્ટિયન'માં રોલ ઑફર કરવામાં આવ્યો હતો. અભિનેતાએ આ ફિલ્મને નકારી કાઢી હતી કારણ કે અભિનેતાએ તે સમયે પીકુ ફિલ્મ સાઇન કરી હતી.
સ્ટીવન સ્પીલબર્ગ મૂવી
પ્રખ્યાત નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ સ્ટીવન સ્પીલબર્ગ મુવીને પણ ઈરફાન ખાને નકારી કાઢી હતી. આ ફિલ્મમાં સ્કારલેટ જોહનસન પણ લીડ રોલમાં હતી.
એક ઈન્ટરવ્યુમાં ઈરફાન ખાને કહ્યું હતું કે તેને હોલિવૂડની ફિલ્મો રિજેક્ટ કરવાનો ક્યારેય અફસોસ નથી. કારણ કે તે હિન્દીમાં સારી ફિલ્મો પસંદ કરી રહ્યો હતો, જેને દર્શકો પસંદ કરી રહ્યા છે. હોલીવુડની આ ફિલ્મો સુપરહિટ રહી હતી અને અભિનેતાને તેમને નકારવા બદલ કોઈ અફસોસ નહોતો. જો કે પોતાની જીંદગીમાં ઇરફાને કરેલા લાજવાબ અભિનયથી તે દર્શકોના મનમાં હંમેશા જીવંત રહેશે.


