ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું કોહલીનો ક્રિકેટમાંથી નિવૃત્તિનો સમય આવી ગયો? સતત થઇ રહ્યો છે Fail

ક્રિકેટમાં ઉતાર-ચઢાવ આવવો સામાન્ય વાત છે પરંતુ ઘણીવાર એવું પણ બની જાય છે કે, તમે ફોર્મને પરત મેળવવા માંગતા હોવ પરંતુ તેને મેળવી ન શકો. આવું જ કઇંક વિરાટ કોહલી સાથે હાલમાં થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ટીમ  ઈન્ડિયાના ક્રિકેટ કિંગ કોહલી પોતાનું ફોર્મ પાછું મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આજે પણ તે પોતાના ફોર્મને પરત મેળવવામાં અસફળ છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની àª
08:01 AM Jul 06, 2022 IST | Vipul Pandya
ક્રિકેટમાં ઉતાર-ચઢાવ આવવો સામાન્ય વાત છે પરંતુ ઘણીવાર એવું પણ બની જાય છે કે, તમે ફોર્મને પરત મેળવવા માંગતા હોવ પરંતુ તેને મેળવી ન શકો. આવું જ કઇંક વિરાટ કોહલી સાથે હાલમાં થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ટીમ  ઈન્ડિયાના ક્રિકેટ કિંગ કોહલી પોતાનું ફોર્મ પાછું મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આજે પણ તે પોતાના ફોર્મને પરત મેળવવામાં અસફળ છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની àª
ક્રિકેટમાં ઉતાર-ચઢાવ આવવો સામાન્ય વાત છે પરંતુ ઘણીવાર એવું પણ બની જાય છે કે, તમે ફોર્મને પરત મેળવવા માંગતા હોવ પરંતુ તેને મેળવી ન શકો. આવું જ કઇંક વિરાટ કોહલી સાથે હાલમાં થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ટીમ  ઈન્ડિયાના ક્રિકેટ કિંગ કોહલી પોતાનું ફોર્મ પાછું મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આજે પણ તે પોતાના ફોર્મને પરત મેળવવામાં અસફળ છે. 
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરની જો વાત કરીએ તો તેમણે પણ પોતાના સમયમાં ઘણીવાર ફોર્મ પરત મેળવ્યું હતું. તેઓ પણ ઘણીવાર એવું બન્યું હશે કે આઉટ ઓફ ફોર્મ રહ્યા હોય. જોકે, તેમણે દરેક સમયે પોતાનું ફોર્મ એક ધમાકેદાર અંદાજમાં જ પાછું મેળવ્યું છે. તેવું જ કઇંક હાલમાં વિરાટ કોહલી વિચારી રહ્યો હશે. કારણ કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ખરાબ ફોર્મ સાથે ઝઝુમી રહ્યો છે. વિરાટ કોહલી, જે રન મશીન હતો, જે થોડા દિવસોના ગાળામાં સદી ફટકારતો હતો, તે હવે મોટી ઇનિંગ્સ માટે હાલમાં કેટલી મહેનત કરી રહ્યો છે. 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચની જો વાત કરીએ તો તે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાઈ હતી. ગયા વર્ષે જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી હતી ત્યારે ભારતે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચાર મેચ સાથે, ભારતે 2-1થી સરસાઈ મેળવી અને ઈતિહાસ સર્જવાની નજીક પહોંચી હતી. જોકે, તેવું બની ન શક્યું અને મંગળવારે ઈંગ્લેન્ડ તરફી મેચ કરી ટીમ ઈન્ડિયાને હરાવી દીધું અને સિરીઝ 2-2થી ડ્રો કરી હતી.
મહત્વનું છે કે, આ પહેલા વિરાટના ખરાબ પ્રદર્શનને લઇને પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન રાશિદ લતીફે ખૂબ જ વિચિત્ર દાવો કર્યો હતો. તેમનું માનવું હતું કે, વિરાટ કોહલીના ખરાબ ફોર્મનું કારણ રવિ શાસ્ત્રીની ભારતના કોચ તરીકે નિમણૂક હતી. લતીફે તો એમ પણ કહ્યું કે, જો શાસ્ત્રી ભારતીય ટીમના મુખ્ય કોચ ન બન્યા હોત તો કોહલી આઉટ ઓફ ફોર્મ ન હોત. તેણે કહ્યું કે શાસ્ત્રી 2017 થી 2021 સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ હતા, ત્યારે તેમણે ભારતીય ટીમના કોચિંગનું કોઈ કામ કર્યું ન હતું.
Tags :
BadFormCricketFailingconstantlyGujaratFirstinternationalcricketretirementSportsViratKohli
Next Article