ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું દરેક માણસ પોતાની જાત સાથે હંમેશા જોડાયેલો રહે છે ખરો?

સમાચાર પ્રમાણે તારીખ ૮મીએ વડોદરાની યુવતી ક્ષમા બિંદુએ બ્લુટુથ સ્પીકરના મંત્રોચ્ચાર વચ્ચે પોતાની જાત સાથે લગ્ન કર્યા. પોતેજ પોતાનો હાથ પકડીને હસ્ત મેળાપ કર્યો અને પોતાને હાથે જ પોતાની પાર્ટીમાં સિંદૂર કર્યું. પોતાની જાતે જ પોતાને મંગળસૂત્ર પહેરાવ્યું અને આ રીતે ખૂબ ચર્ચાયેલા આ પ્રકરણનો હાલ પૂરતો પૂર્ણવિરામ મુકાયું હોય એવું લાગ્યું.આખી વાત નવી હોવાને કારણે સ્વાભાવિક રીતે રો
07:37 AM Jun 12, 2022 IST | Vipul Pandya
સમાચાર પ્રમાણે તારીખ ૮મીએ વડોદરાની યુવતી ક્ષમા બિંદુએ બ્લુટુથ સ્પીકરના મંત્રોચ્ચાર વચ્ચે પોતાની જાત સાથે લગ્ન કર્યા. પોતેજ પોતાનો હાથ પકડીને હસ્ત મેળાપ કર્યો અને પોતાને હાથે જ પોતાની પાર્ટીમાં સિંદૂર કર્યું. પોતાની જાતે જ પોતાને મંગળસૂત્ર પહેરાવ્યું અને આ રીતે ખૂબ ચર્ચાયેલા આ પ્રકરણનો હાલ પૂરતો પૂર્ણવિરામ મુકાયું હોય એવું લાગ્યું.આખી વાત નવી હોવાને કારણે સ્વાભાવિક રીતે રો
સમાચાર પ્રમાણે તારીખ ૮મીએ વડોદરાની યુવતી ક્ષમા બિંદુએ બ્લુટુથ સ્પીકરના મંત્રોચ્ચાર વચ્ચે પોતાની જાત સાથે લગ્ન કર્યા. પોતેજ પોતાનો હાથ પકડીને હસ્ત મેળાપ કર્યો અને પોતાને હાથે જ પોતાની પાર્ટીમાં સિંદૂર કર્યું. પોતાની જાતે જ પોતાને મંગળસૂત્ર પહેરાવ્યું અને આ રીતે ખૂબ ચર્ચાયેલા આ પ્રકરણનો હાલ પૂરતો પૂર્ણવિરામ મુકાયું હોય એવું લાગ્યું.

આખી વાત નવી હોવાને કારણે સ્વાભાવિક રીતે રોમાંચક પણ બને છે અને સાથે સાથે સમાજશાસ્ત્રીઓ માટે અને મનોવૈજ્ઞાનિકો માટે નવા અભ્યાસનો એક પડકારજનક વિષય પણ બને છે.

  ક્ષમાજાત સાથેના લગ્નના સમાચાર આપણે સામાજિક રીતે  વિજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરવાની માથાકૂટમાં પડતા નથી. પણ ચિંતનની રીતે આ આખા પ્રકરણની એક જુદાઈ નથી પણ જોવાની મજા છે.

શું દરેક માણસ પોતાની જાત સાથે હંમેશા જોડાયેલો રહે છે ખરો? શું દરેક સ્ત્રી કે પુરુષ પોતાની જાત સાથે હરક્ષણ સંલગ્ન રહે છે ખરા?જીવનમાં મોટેભાગે આપણે શારીરિક રીતે ટોળામાં રહીએ છીએ અને એકલા હોઈએ ત્યારે મનોમન કોઈ એક બે ત્રણ કે પછી ટોળામાં રહેવાનું પસંદ કરીએ છીએ પણ એકલા પડીને પોતાની જ જાત સાથે સંવાદ કરવાની કે પછી પોતાની જાતને સમજવાની અને જરૂર પડે તો સમજાવવાની જવાબદારી જાત ઉપર લેવાનું ટાળીએ છીએ.

હંમેશા આપણને કોઈકના ખભાના  ટેકાની જરૂર પડે છે, કોઈકના માર્ગદર્શનની જરૂર પડે છે, કોઈકના સાથ અને સહકારની જરૂર પડે છે. એ જરૂરી છે એની ના નહીં પણ આમ તો આપણે પોતે જ આપણા મિત્ર બની રહીએ, આપણે પોતે જ આપણા માર્ગદર્શક બની રહીએ અને આપણે પોતે જ આપણો દીવો થઈએ તો કદાચ જીવનમાં વધારે શાંતિ સફળતા અને આનંદ મેળવી શકીએ.

ક્ષમાએ પોતાની જાત સાથે લગ્ન કર્યા એ તો આખો જુદો વિષય છે પણ આ વિષયને આપણે જુદી રીતે નથી જોઈએ તો જાત સાથે સંલગ્ન રહીને જીવન વિતાવવાની જે વાત છે એવો એમાંથી જે સાંકેતિક અર્થ કાઢી શકાય એમ છે. એનો આપણે સમજપૂર્વક ઉપયોગ કરીએ તો કદાચ આપણી ઘણી બધી રોજેરોજની સમસ્યાઓ કે પ્રશ્નોના ઉત્તરો આપણને આપણી જાત પાસેથી જ મળી રહે.
Tags :
connectedGujaratFirsthimselfhumanbeing
Next Article