તથ્ય પટેલને જામીન, એક કરોડ રૂપિયા બોન્ડ જમા કરાવવાનો આદેશ
અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case)માં મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા તથ્ય પટેલ (Tathya Patel)ને શરતોને આધિન કાયમી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) જામીન આપતા એક મહત્વપૂર્ણ શરત મૂકી છે કે તથ્ય પટેલે જામીન બોન્ડ તરીકે એક કરોડ રૂપિયા જમા કરાવવા પડશે.
Advertisement
અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case)માં મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા તથ્ય પટેલ (Tathya Patel)ને શરતોને આધિન કાયમી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) જામીન આપતા એક મહત્વપૂર્ણ શરત મૂકી છે કે તથ્ય પટેલે જામીન બોન્ડ તરીકે એક કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. કોર્ટના આદેશ અનુસાર આ રકમ અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારોમાં સમાન રીતે વહેંચવામાં આવશે. રાજ્ય સરકારે પણ બોન્ડની રકમ અંગે પોતાની સહમતી દર્શાવી હતી. કોર્ટના નિર્દેશ મુજબ એક કરોડ રૂપિયા જમા કરાવ્યા બાદ તથ્ય પટેલ જેલમાંથી મુક્ત થશે. આ કેસ સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને હવે કોર્ટના આ નિર્ણય બાદ ફરી એકવાર મામલો ચર્ચામાં આવ્યો છે.
Advertisement


