IT વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત, કરોડો રૂપિયા જ્વેલરી અને રોકડ સીઝ
ચુંટણી બાદ બીજા દીવસે I.T રેડ યથાવતકરોડો રૂપિયાના ડોક્યુમેન્ટ્સ સીઝજમીન ખરીદ વેચાણના ડોકયુમેન્ટ્સ પણ મળી આવ્યાડાયમંડ અને બિલ્ડર ગ્રુપમાં પડ્યા છે દરોડાસુરત (Surat)શહેરમાં ડાયમંડ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને નિવાસ સ્થાન સહિત ઓફિસ પર આજે સતત બીજા દિવસે ઈન્કમ ટેક્સ (IT Department)વિભાગના દરોડા યથાવત્ રહેવા પામ્યા હતા. વિધાનસભાની પહેલા તબક્કાની ચુંટણી પૂર્ણ થયા બાદ જ હરકતમા
11:10 AM Dec 03, 2022 IST
|
Vipul Pandya
આ સિવાય ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલી પેઢીઓમાં બેનંબરી હીરાની ખરીદ અને વેચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરોડા દરમ્યાન બિલ્ડર અને હીરા ઉદ્યોગપતિઓ દ્વારા શેર બજારમાં પણ મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હોવાની જાણકારીને પગલે હવે આગામી દિવસોમાં ઈન્કમ ટેક્સ વિભાગની આ કામગીરીને પગલે કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો અને કાળુ નાણુ મળી આવે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
- ચુંટણી બાદ બીજા દીવસે I.T રેડ યથાવત
- કરોડો રૂપિયાના ડોક્યુમેન્ટ્સ સીઝ
- જમીન ખરીદ વેચાણના ડોકયુમેન્ટ્સ પણ મળી આવ્યા
- ડાયમંડ અને બિલ્ડર ગ્રુપમાં પડ્યા છે દરોડા
સુરત (Surat)શહેરમાં ડાયમંડ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને નિવાસ સ્થાન સહિત ઓફિસ પર આજે સતત બીજા દિવસે ઈન્કમ ટેક્સ (IT Department)વિભાગના દરોડા યથાવત્ રહેવા પામ્યા હતા. વિધાનસભાની પહેલા તબક્કાની ચુંટણી પૂર્ણ થયા બાદ જ હરકતમાં આવેલા ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં ૩૦ અલગ - અલગ સ્થળોએ દરોડાની કામગીરીને પગલે હીરા અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.
આજે સતત બીજા દિવસે દરોડાની કામગીરી દરમ્યાન અલગ - અલગ ઠેકાણેથી સાત કરોડ રૂપિયાની જવેલરી(jewelery)અને રોકડ રકમ (Cash)મળી આવી છે. આ સિવાય જમીન ખરીદ અને વેચાણ અને મોટા પાયે શેર બજારમાં રોકાણના ડોચુમેન્ટ્સ પણ મળવા પામ્યા છે. જેને પગલે આગામી દિવસોમાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડાને પગલે મોટા પાયે કાળુ નાણુ મળી આવે તેવી પ્રબળ શકચતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
- 150થી વધુ અધિકારી કર્મચારી રેડમાં જોડાયા
- ભાવના જેમ્સ,ધાનેરા ડાયમન્ડ ના ત્યાં સર્ચ યથાવત
- રમેશ વઘાસીયા અને નરેશ વીડિયો ના ત્યાં સર્વે યથાવત
- કાદર કોથમીર અને અરવિદ બિચ્છુવા ના ત્યાં દરોડા યથાવત
ઈન્કમ ટેક્સ વિભાગના ડીડીઆઈ વિંગના ૧૫૦થી વધુ
અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગઈકાલે વહેલી સવારથી જ શહેરમાં ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા ભાવના જેમ્સ અને ધાનેરા ડાયમંડ સહિત રમેશ વઘાસિયા, નરેશ વીડિયો અને અરવિંદ બિચ્છુવા સહિતના ઉદ્યોગપતિ અને બિલ્ડરોને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી આ તમામ ઉદ્યોગપતિઓ ઈન્કમ ટેક્સ વિભાગના રડારમાં હોવાને કારણે મોટા પાયે બેનામી મિલ્કતો અને રોકડ રકમ મળી આવવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. બીજી તરફ ઘણા સમય બાદ હરકતમાં આવેલા ઈન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહીને પગલે આ ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગપતિઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ દરમ્યાન આજે સવારે જાણવા મળતી માહિતી અનુસાર શહેરમાં ૩૦ જેટલા સ્થળોએ છેલ્લા ૨૪ કલાકથી ચાલી રહેલી સર્ચની કામગીરી દરમ્યાન સાત કરોડ રૂપિયાની જવેલરી અને રોકડ રકમ સહિત કરોડો રૂપિયાની જમીન ખરીદ અને વેચાણના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article