ધર્મશાળામાં આજે સવારથી પડી રહ્યો છે વરસાદ, શું ધોવાઈ જશે ભારત-શ્રીલંકા મેચ?
ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીમાં ભારતે પ્રથમ મેચ સરળતાથી જીતી લીધી હતી પરંતુ હવે ટીમને થોડું ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે ધર્મશાલાના મેદાન પર ભારતની જીતના આંકડા કોઇ ખાસ સારા નથી. શ્રીલંકાની ટીમે અહીં સારૂ પ્રદર્શન કર્યું છે. તેથી જો રોહિત શર્માએ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવો હોય તો તેણે શ્રીલંકાને હળવાશથી લેવાનું ટાળવું પડશે.ધર્મશાળામાં રાતથી જ પડી રહ્યો વરસ
Advertisement
ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણીમાં ભારતે પ્રથમ મેચ સરળતાથી જીતી લીધી હતી પરંતુ હવે ટીમને થોડું ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે ધર્મશાલાના મેદાન પર ભારતની જીતના આંકડા કોઇ ખાસ સારા નથી. શ્રીલંકાની ટીમે અહીં સારૂ પ્રદર્શન કર્યું છે. તેથી જો રોહિત શર્માએ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવો હોય તો તેણે શ્રીલંકાને હળવાશથી લેવાનું ટાળવું પડશે.
ધર્મશાળામાં રાતથી જ પડી રહ્યો વરસાદ
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણીની બીજી મેચ આજે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (HPCA) ખાતે રમાશે. પ્રથમ મેચ 62 રને જીત્યા બાદ ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લેશે. જો કે, ભારતે તેના માટે થોડી વધુ રાહ જોવી પડશે કારણ કે ધર્મશાળામાં રાતથી જ વરસાદ પડી રહ્યો છે અને સવાર સુધી આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે મેચ ધોવાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ભારતે આ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે તેની ત્રીજી અને અંતિમ T20 મેચ પણ રમવાની છે. ધર્મશાલા સહિત હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં મોડી રાતથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિભાગે મેચના દિવસે એટલે કે શનિવારે સતત વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે.
ધર્મશાળામાં ખરાબ રહ્યું છે ભારતનું પ્રદર્શન
આવી સ્થિતિમાં હવે ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી T20 મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી શકે છે. શનિવારે અને ધર્મશાલા સ્ટેડિયમમાં 60 ટકાથી વધુ વરસાદની અપેક્ષા સાથે, ગ્રાઉન્ડ સ્ટાફે રમતને ફરીથી ચાલુ કરવા માટે ચમત્કાર કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, 12 માર્ચ 2020ના રોજ ધર્મશાળામાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. તે પહેલા સપ્ટેમ્બર 2019 અને માર્ચ 2020માં વરસાદને કારણે આ સ્ટેડિયમમાં મેચો યોજાઈ શકી ન હોતી. જો આંકડાની વાત કરીએ તો ધર્મશાલાના મેદાન પર ટીમ ઈન્ડિયાએ 6 મેચ રમી છે. જેમાંથી 3માં હાર અને 3માં જીત થઈ છે. T20ની વાત કરીએ તો ભારતે T20ની માત્ર એક મેચ રમી છે. જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે 2015માં ભારતને હરાવ્યું હતું.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (c), ઈશાન કિશન (w), શ્રેયસ ઐયર, સંજુ સેમસન, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, વેંકટેશ ઐયર, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.
શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
પથુમ નિસનકા, કામિલ મિશારા, ચરિત અસલંકા, દિનેશ ચાંદીમલ (w), ઝેનિથ લિયાનાગે, દાસુન શનાકા (c), ચમિકા કરુણારત્ને, જેફરી વાન્ડરસે, પ્રવીણ જયવિક્રમા, દુષ્મંથા ચમીરા, લાહિરુ કુમાર.


