Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોતાના સુખનો ભોગ આપી, સંતાનોના ચહેરા પર ખુશી લાવે તે છે પિતા....

આપણે  સામાન્ય  રીતે  બધા  ડે  જેવા કે  ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે ની ઉજવણી  કરતાં  હોઈએ  છીએ.આમ પણ કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આજની આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ? ત્યારે આપણા  માતા -પિતા  આપણું  ખૂબ  ધ્યાન  રાખતા  હોય છે. તમારી
પોતાના સુખનો ભોગ આપી  સંતાનોના ચહેરા પર ખુશી લાવે  તે છે પિતા
Advertisement
આપણે  સામાન્ય  રીતે  બધા  ડે  જેવા કે  ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે ની ઉજવણી  કરતાં  હોઈએ  છીએ.આમ પણ કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આજની આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ? ત્યારે આપણા  માતા -પિતા  આપણું  ખૂબ  ધ્યાન  રાખતા  હોય છે. તમારી મમ્મી તમને રોજ જમાડવાં માટે પાછળ દોડતી હોય અને તમે એક જ મિનિટમાં કહી દો છો કે મને નથી ભાવતું, બિચારી મમ્મી ફરી તમને તમારી ભાવતી વસ્તુ બનાવી આપશે.
દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી તમને બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.તેમાં પણ  છોકરીઓને  તેમના પિતાનું  વધુ હોય છે. પિતાને પણ પોતાની  દીકરીઓ  વધુ  વ્હાલી  હોય છે. જયારે પોતાના  કાળજા  કેરી  દીકરીને પારકા  ઘરે  મોકલી  શકે  તેવું  કાળજું  એક પિતાનું  જ હોય છે.
ફાધર્સ ડે તમારા પિતાને ખાસ અનુભવવા માટેનો દિવસ છે.આ દિવસે બાળકો વિવિધ માધ્યમો દ્વારા તેમના પિતા પ્રત્યેનો આદર દર્શાવે છે અને ફાધર્સ ડે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાતો દિવસ છે તેથી આ દિવસે સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ફાધર્સ ડે દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે જે 2022માં ૧૯ જૂનના રોજ ઉજવવામાં આવશે.
પિતાએ તેમના પરિવાર માટે સુખ અને શાંતિ માટે દરરોજ પરસેવાની મહેનતથી કામ કરે છે, અને તેમને જે પણ મૂડી મળે તે પરિવારને ખુશી માટે વાપરે છે આમ સાદા શબ્દોમાં કહેવામાં આવે તો એ પિતા એ આપણા પરિવારનું એક મહત્વપૂર્ણ આધાર ગણી શકાય છે જે કોઈ પણ પ્રકારની સમસ્યા સામે લડવા તૈયાર રહે છે. પિતા વિશે જેટલું કહેવામાં આવે તેટલું ઓછું છે જ્યારે પિતા પરિવારના મહત્વપૂર્ણ સભ્યોમાં દરેક સભ્યો ગણવામાં આવે છે.
પિતાએ પોતાના સુખનો ભોગ આપીને પોતાના બાળકો તેમજ તેમના પરિવારની સુખની કાળજી લે છે. પિતાએ પોતાના બાળકોને પ્રેમ કરે છે અને તે જોવો તેવું ખોટું કામ કરે તો તેમને ઠપકો પણ આપ્યો છે તે બાળકોને તેમના સારા ભવિષ્ય અને ખુશી માટે સખત મહેનત કરવામાં ક્યારેય અચકાતા નથી તેથી પિતાના સન્માન માટે દર વર્ષે ઇન્ટરનેશનલ ફાધર્સ ડે ઉજવવામાં આવે છે.
જો આ દુનિયામાં વાર્તા પછી આપણા દિલની નજીક ખૂબ હોય તો તે છે આપણા પિતા. પિતાના પ્રેમ માતા ને જવું નથી લાગ્યો પરંતુ પિતા જ આપણને અંદરથી મજબૂત બનાવે છે, પિતા જ આપણા દુનિયામાં સારા અને ખરાબ કર ની કસોટી આપે છે કહેવાય છે કે દીકરીઓ પોતાને પિતાને ખૂબ જ નજીક હોય છે અને દીકરીઓ અને તેમના પિતાના જેવા જીવનસાથી ઈચ્છે છે.
પિતા માટે દીકરીએ હંમેશા રાજકુમારી છે અને તેઓ પણ તેમના પિતા નજરે જોઈને મોટા થાય છે. તેમના જેવી જાતો અપનાવે છે અને પિતા તેમની ખુશીઓ ને છોડીને તેમને બાળકો માટે સખત મહેનત કરે છે તેમના ત્યાગની ભાવના હોય છે. અને સદભાવના હોય છે એમ કહેવામાં આવે છે કે માતા સન્માન માટે મધર્સ ડે ઉજવે છે તેવી જ રીતે પિતાના સન્માન આપવા માટે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે.
આજકાલ બધા જ લોકો સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે કે ફાધર્સ ડેની ઉજવણી બધા જ લોકો અલગ રીતે કરી રહ્યા છે આમ પિતા માટે ફાધર્સ ડે નો દિવસ છે એટલો મહત્વનો છે તેટલો જ તેના બાળકો માટે પણ મહત્વનો છે.
આ દિવસે તમે તમારા પિતાને સુંદર ફાધર ડે કાર્ડ આપીને તેમનું મૂલ્ય વધારી શકો છો જે બજારમાં ઘણી દુકાનો મળી રહે છે જ્યારે તમે ફાધર્સ ડે ની થીમ પરથી વિવિધ પ્રકારના કાર્ડ મેળવી શકો છો અને તમે તમારા પિતાને ફાધર્સ ડેના દિવસે તે કાર્ડ આપીનેફાધર્સ ડેની ઉજવણી કરી શકો છો.
પપ્પા દ્વારા આપવામાં આવેલા બાળકોને પોકેટ મનીમાંથી તમે જમા કરેલા પૈસાની મદદથી tank સારી એવી ભેટ આપી શકો છો તમારે જાણવું જરૂરી છે કે તમારા પિતાને પ્રત્યેક વસ્તુ મીઠાશ છે શું છે તે જાણીને તમે તમારા પિતા માટે ગિફ્ટ ખરીદી શકો છો.
ફાધર્સ ડેના દિવસે તમે તમારા પિતાને મનપસંદ સ્થળ પર પ્રવાસ પર લઈ જઈ શકો છો અથવા એવી જગ્યાએ છે તમારા પિતા જવા માગતા પરંતુ હજુ સુધી જઈ શક્યા નથી તમે જગ્યા પર જઈને પાંચ દિવસની ઉજવણી કરી શકો છો જો તમને આ લેખ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી તે પણ તેમના ફાધર સાથે આ ફાધર્સ ડેની ઉજવણી કરી શકે.
મા ઘરનું ગૌરવ તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે,
મા ની પાસે અશ્રુધારા તો પિતા પાસે સંયમ હોય છે.
Happy Father’s Day
“પાઈ પાઈ ભેગી કરી મારી માટે ખુશી ખરીદતા જોયા છે,
“પિતા” સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે”
Tags :
Advertisement

.

×