ઈટાલીએ 30 રશિયન રાજનાયિકોને હાંકી કાઢ્યા, રશિયા રોષે ભરાયું, કહ્યુ – યોગ્ય જવાબ આપવામાં આવશે
રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણના પગલે વિશ્વના અનેક દેશો રશિયાથી નારાજ
થયા છે અને વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદ્દીને રશિયા પર કાર્યવાહી કરી રહ્યા છે.
ત્યારે આજે ઈટાલીએ રશિયાના પર કડક કાર્યવાહી કરતા રશિયાના 30 રાજનાયિકોને કાઢી મુક્યા
છે. જેના પગલે રશિયા રોષે ભરાયું છે. રશિયાએ પણ આ કાર્યવાહી બદલ ઈટાલીને મોટી
કિંમત ચોકવવાની ધમકી આપી છે. મળતી માહિતી મુજબ ઈટાલીએ 30 રશિયન રાજનાયિકોને બહાર
કરી દીધા છે. ઇટાલીએ રશિયન રાજદૂતને સમન્સ પાઠવીને
માહિતી આપી છે કે રાજદ્વારીઓને હાંકી કાઢવામાં આવી રહ્યા છે. રશિયાની સરકારી
સમાચાર એજન્સી તાસ દ્વારા ઈટાલીના વિદેશ મંત્રી લુઇગી ડી માયોને ટાંકીને આ જાણકારી
આપવામાં આવી છે.
યુક્રેન પર રશિયન
આક્રમણ પછી ઘણા પશ્ચિમી દેશોની સરકારોએ સમાન પગલાં લીધાં છે. આ પહેલા પોલેન્ડે જાસૂસીના આરોપમાં લગભગ 45 રશિયન રાજદ્વારીઓને હાંકી
કાઢ્યા હતા. લુઇગી ડી માયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ માપ અન્ય યુરોપીયન
અને એટલાન્ટિક ભાગીદારો સાથે કરારમાં છે અને અમારી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત
કારણોસર અને યુક્રેન સામે રશિયાના અનુચિત આક્રમણને કારણે વર્તમાન સંકટના સંદર્ભમાં
જરૂરી છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું છે કે રશિયા
યોગ્ય જવાબ આપશે.
ઈટાલી પહેલા
અમેરિકા, યુરોપ, બ્રિટન, જાપાન સહિતના અનેક દેશો રશિયા પર વિવિધ પ્રકારના
પ્રતિબંધો લગાવી ચૂક્યું છે. તેમ છતા રશિયા છે કે પાછી પાની કરવાનું નામ નથી
લેતું. રશિયા પણ લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. રશિયા પર જે દેશો
દ્વારા તેના પર પ્રતિબંધો મુકવામાં આવ્યા છે તે દેશો પ્રત્યે કાર્યયવાહી કરવાનું
શરૂ કરી દીધું છે. રશિયા પણ અનેક દેશો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે.
ત્યારે હવે ઈટાલીની આ કાર્યવાહી બાદ પણ રશિયાએ તેને યોગ્ય જવાબ આપવાની ધમકી આપી
છે.