ITBPએ સતત ત્રીજી વખત નેશનલ આઈસ હોકી ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો
ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ની કેન્દ્રીય આઈસ હોકી ટીમે આઈસ હોકી એસોસિએશન ઓફ ઈન્ડિયા (IHAI) દ્વારા આયોજીત પુરૂષો રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશિપ-2023 જીતી લીધી છે.લેહ, લદ્દાખમાં આયોજીત આ ટૂર્નામેન્ટનું 12મી આવૃત્તિ હતી. ITBPની ટીમે ફાઈનલમાં લદ્દાખ સ્કાઉટ્સને 1-0ના સ્કોરથી પરાજય આપ્યો. આ સતત ત્રીજી વખત છે જ્યારે પર્વતિય પ્રશિક્ષિત દળ ITBPએ આ મુખ્ય રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશિપ જીતી છે.દુનિàª
02:59 PM Feb 08, 2023 IST
|
Vipul Pandya
ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ની કેન્દ્રીય આઈસ હોકી ટીમે આઈસ હોકી એસોસિએશન ઓફ ઈન્ડિયા (IHAI) દ્વારા આયોજીત પુરૂષો રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશિપ-2023 જીતી લીધી છે.
લેહ, લદ્દાખમાં આયોજીત આ ટૂર્નામેન્ટનું 12મી આવૃત્તિ હતી. ITBPની ટીમે ફાઈનલમાં લદ્દાખ સ્કાઉટ્સને 1-0ના સ્કોરથી પરાજય આપ્યો. આ સતત ત્રીજી વખત છે જ્યારે પર્વતિય પ્રશિક્ષિત દળ ITBPએ આ મુખ્ય રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશિપ જીતી છે.
દુનિયાના સૌથી વધારે ઉંચાઈવાળા ક્ષેત્રોમાંથી એક લદ્દાખના આઈસ હોકી રિંકમાં આયોજીત આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં દેશની ટોચની આઈસ હોકી ટીમોએ ભાગ લીધો.
ITBP દેશમાં સાહસિક રમતોમાં અગ્રણી રહી છે અને દેશમાં પર્વતારોહણ અને સંબંધિત રમતોનો એક અદ્વિતિય રેકોર્ડ ધારણ કરે છે. 1962માં સ્થાપિત ITBP આત્યંતિક ભૌગોલિક અને તાપમાનની પરિસ્થિતિઓમાં ઉચ્ચ ઊંચાઈવાળા હિમાલયની સીમાઓનું નિરીક્ષણ કરે છે.
આ પણ વાંચો - ITBPની હિમવિરાંગનાઓએ નેશનલ આઈસ હોકી ચેમ્પિયનશીપ 2023 જીતી, 11 હજાર ફુટની ઉંચાઈએ નારી શક્તિના દર્શન થયાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article