મેદાનમાં જોવા મળ્યો જાડેજાનો પુષ્પા અંદાજ, વિકેટ લીધા બાદ અલ્લુ અર્જુનની સ્ટાઇલમાં કરી ઉજવણી
પુષ્પા ફિલ્મનો ક્રેઝ ક્રિકેટ જગતમાં પણ જોવા મળી રહ્યો છે. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ લખનઉ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં દિનેશ ચાંદીમલની વિકેટ લઈને આ અનોખી સ્ટાઇલમાં ઉજવણી કરી હતી. આપને જણાવી દઈએ કે, તેલુગુ ફિલ્મ પુષ્પાની આ સ્ટાઇલ આજે દુનિયાભરમાં ફેમસ થઈ રહી છે. જેના પર ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન પણ ઈન્સ્ટાગ્રામ પર વિડીય બનાવી ચà
Advertisement
પુષ્પા ફિલ્મનો ક્રેઝ ક્રિકેટ જગતમાં પણ જોવા મળી રહ્યો છે. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ લખનઉ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં દિનેશ ચાંદીમલની વિકેટ લઈને આ અનોખી સ્ટાઇલમાં ઉજવણી કરી હતી. આપને જણાવી દઈએ કે, તેલુગુ ફિલ્મ પુષ્પાની આ સ્ટાઇલ આજે દુનિયાભરમાં ફેમસ થઈ રહી છે. જેના પર ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને અફઘાનિસ્તાનના રાશિદ ખાન પણ ઈન્સ્ટાગ્રામ પર વિડીય બનાવી ચુક્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ઈન્સ્ટાગ્રામ પર જાડેજાની પુષ્પા મૂવનો ફોટો પણ શેર કર્યો છે.
વિકેટકીપર દિનેશ ચાંદીમલને સ્ટમ્પિંગ કરાવ્યો
ભારતના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈજા બાદ શ્રીલંકા સામેની T20I શ્રેણીમાં પુનરાગમન કર્યું છે. શ્રેણીની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીના રોજ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યા પ્રથમ બેટિંગ કરતા ભારતે બે વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. બેટિંગમાં માત્ર 4 બોલનો સામનો કરી શકનાર રવિન્દ્ર જાડેજા બોલિંગમાં પોતાની જૂની સ્ટાઈલમાં જોવા મળ્યો છે. તેણે વિકેટકીપર દિનેશ ચાંદીમલને સ્ટમ્પિંગ કરાવ્યો હતો. આ મેચ ભારતે 62 રને જીતી અને ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.
જાડેજાએ અલ્લુ અર્જુનની સિગ્નેચર સ્ટાઈલ કરી
રવિન્દ્ર જાડેજા માટે બેટિંગમાં વધુ કરવાનું બાકી નહોતું કારણ કે તે ચોથા નંબરે આવ્યો હતો અને તેણે 4 બોલમાં 3 રન બનાવ્યા હતા. જોકે, જાડેજાની ચાર ઓવરમાં તેણે પોતાની ધમાકેદાર વાપસી બતાવી હતી. જાડેજાએ આ ચાર ઓવરમાં 28 રન આપીને એક વિકેટ લીધી હતી. આ વિકેટ દિનેશ ચાંદીમલની છે જે શ્રીલંકાનો અનુભવી વિકેટકીપર છે. ચાંદીમલને ઈશાન કિશનના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો અને આ ખેલાડી 9 બોલમાં 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય બોલિંગમાં જાડેજા એકમાત્ર એવો બોલર હતો જેણે પોતાના ક્વોટામાંથી 4 ઓવર પૂરી કરી. ચાંદીમલની વિકેટ લીધા બાદ જાડેજાએ પુષ્પા મૂવીમાં અલ્લુ અર્જુનની સિગ્નેચર સ્ટાઈલ પણ બતાવી હતી. જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
જાડેજા 'પુષ્પા' ફિલ્મનો મોટો ફેન છે
પુષ્પા એક લોકપ્રિય દક્ષિણ ભારતીય મૂવી છે જેમાં અલ્લુ અર્જુન વારંવાર તેની દાઢી પર એક અલગ જ અંદાજમાં હાથ ફેરવતો જોવા મળે છે અને જાડેજા પણ તે જ સ્ટાઇલ બતાવી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતુ. આ શૈલી ક્રિકેટમાં ખૂબ જ લોકપ્રિય બની છે અને પાકિસ્તાન સુપર લીગ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ જેવી સ્પર્ધાઓમાં વિકેટ લીધા પછી ઘણા બોલરોને આમ કરતા જોવા મળ્યા છે. રવિન્દ્ર જાડેજા પહેલેથી જ પુષ્પા મૂવીમાં અલ્લુ અર્જુનના પાત્રનો ખૂબ જ મોટો ચાહક છે કારણ કે તેણે આ સિગ્નેચર સ્ટાઇલ લોકપ્રિય થવાના ઘણા સમય પહેલા જ અલ્લુ અર્જુન જેવી બીડી પીને તેનો પુષ્પા લુક સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો હતો.


