જેલના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન યોજના હેઠળ મળશે લાભ, આગામી સમયમાં થશે બેઠક
ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસ કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન (Public Security Incentive), વોશિંગ એલાઉન્સ તથા ફિક્સ પગારના પોલીસ કોસ્ટેબ્યુલરીના રજા પગારમાં વધારો કરવામાં આવેલ, જેમાં જેલ પોલીસ સંવર્ગના કર્મચારીઓનો સમાવેશ ન હોવાથી જેલોના રક્ષક વર્ગમાં નારાજગી સાથે માસ સી.એલ. પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે અંતર્ગત ડો.કે.એલ.એન.રાવ,(IPS) અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ
Advertisement
ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસ કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન (Public Security Incentive), વોશિંગ એલાઉન્સ તથા ફિક્સ પગારના પોલીસ કોસ્ટેબ્યુલરીના રજા પગારમાં વધારો કરવામાં આવેલ, જેમાં જેલ પોલીસ સંવર્ગના કર્મચારીઓનો સમાવેશ ન હોવાથી જેલોના રક્ષક વર્ગમાં નારાજગી સાથે માસ સી.એલ. પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જે અંતર્ગત ડો.કે.એલ.એન.રાવ,(IPS) અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજય, અમદાવાદનાઓ દ્વારા સરકારશ્રી સાથે ચર્ચા કરવામાં આવતાં સરકારશ્રી દ્વારા આ બાબતે હકારાત્મક વલણ દાખવેલ છે અને ટુંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવનાર છે. જે બાદ કર્મચારીઓ દ્વારા તા.28/09/2022ના રોજ માસ સી.એલ અંગેનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે.
સદર પ્રકરણે ડો.કે.એલ.એન.રાવ જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજય, અમદાવાદનાઓ દ્વારા 5 સભ્યોની કમિટીની રચના કરવામાં આવેલ છે, જે કમિટી તમામ સ્તરે ચર્ચા કરશે અને તા.30/09/2022ના રોજ પ્રથમ બેઠક કરશે.


