પાલીતાણાની ઘટના મુદ્દે જૈન સમાજ રેલી યોજશે,ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરાશે
પાલીતાણામાં(Palitana) શેત્રુંજય પર્વત (Setrunjaya mountain)પર ભગવાન આદિનાથના પગલાને કરાયેલા નુકસાન અંગે સમગ્ર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે જૈન સમાજે અમદાવાદમાં તમામ જૈન સંઘોની (Jain Sanghas)તાકીદે બેઠક બોલાવી હતી જેમાં જૈન સંઘના આગેવાનો ઉપરાંત એકહજાર કરતા વધુ જૈનો ઉમટી પડ્યા હતા. સૌએ આ મુદ્દે આંદોલન છેડવા સુધીની માગણી કરી હતી. જાેકે જૈન સમાજ હાલ આ મુદ્દે રેલીનું આયોજન કરવા વિચારણા કરી ર
06:28 PM Dec 16, 2022 IST
|
Vipul Pandya
પાલીતાણામાં(Palitana) શેત્રુંજય પર્વત (Setrunjaya mountain)પર ભગવાન આદિનાથના પગલાને કરાયેલા નુકસાન અંગે સમગ્ર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ મામલે જૈન સમાજે અમદાવાદમાં તમામ જૈન સંઘોની (Jain Sanghas)તાકીદે બેઠક બોલાવી હતી જેમાં જૈન સંઘના આગેવાનો ઉપરાંત એકહજાર કરતા વધુ જૈનો ઉમટી પડ્યા હતા. સૌએ આ મુદ્દે આંદોલન છેડવા સુધીની માગણી કરી હતી. જાેકે જૈન સમાજ હાલ આ મુદ્દે રેલીનું આયોજન કરવા વિચારણા કરી રહ્યો છે.
જૈન સંઘોની તાકીદની બેઠક મળી
પાલીતાણામાં ભગવાન આદિનાથના પગલાને થેયલા નુકસાન મુદ્દે અમદાવાદમાં પાલડી ઓપેરા સંઘ ખાતે જૈન સંઘોની તાકીદની બેઠક મળી હતી. આ બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં જૈન સમાજના આગેવાનોએ આ મુદે કાયમી ઉકેલ આવે તે પ્રકારે આગામી દિવસોમાં રજૂઆતો કરવા તેમજ પગલા લેવાનો નિર્ણય કર્યો હતો.
જૈન સમાજમાં આક્રોશ
આ અંગે ધારાસભ્ય અને જૈન અગ્રણી અમિત શાહે ગુજરાત ફર્સ્ટને જણાવ્યુ કે જે રીતે પગલાને નુકસાન કરાયુ છે તેનાથી જૈન સમાજમાં આક્રોશ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાનું નક્કી કરાયુ છે. આ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને રજૂઆત કરાશે. ગૃહમંત્રીએ આ વાતની જાણ થતા જ તાત્કાલિક જ ગાંધીનગર ખાતે તાકીદની બેઠક બોલાવી હતી. પાલીતાણામાં કેટલાક તત્વો જૈનોને પરેશાન કરી રહ્યા છે અને વૈમનસ્ય ફેલાવી રહ્યા છે જે હવે કાયમી ધોરણે બંધ થાય તેવી માગણી આજની બેઠકમાં કરવામાં આવી છે. આ માટે રજૂઆતો તેમજ રેલીનું આયોજન કરવા આગેવાનો વિચારી રહ્યા છે.
જૈન સમાજ અમદાવાદમાં વિશાળ રેલી યોજાશે
શ્રીસંઘના પ્રમુખ મહેન્દ્ર શાહે ગુજરાત ફર્સ્ટને જણાવ્યુ કે, આજની બેઠકમાં જૈનોએ પગલાને નુકસાન થવા ઉપરાંત અન્ય દસ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. શેત્રુંજય પર્વત પર જ્યાં જૈન તિર્થ આવેલા છે તે પર્વતના નીચેના ભાગે ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે જે બંધ કરાવવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દાઓ અંગે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરીશુ. આગામી રવિવારે જૈન સમાજ અમદાવાદમાં વિશાળ રેલીનુ આયોજન કરશે જે સભામાં ફેરવાશે. અમદાવાદ ઉપરાંત દેેશભરમાં પણ જૈનો આ પ્રકારે રેલી કાઢે તેવુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
Next Article