RSSના હેડ ક્વાર્ટરની રેકી મામલે જૈશના આતંકીની ધરપકડ
મહારાષ્ટ્રના નાગપુરમાં RSSના હેડ ક્વાર્ટર ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવનની રેકી કરવાના મામલે કાશ્મીરમાંથી જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તેણે ભૂતકાળમાં એક રેકી કરી હતી અને RSSના મુખ્યમથક ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવનના બિલ્ડિંગનો વીડિયો પાકિસ્તાનમાં તેના હેન્ડલરને મોકલ્યો હતો.નાગપુર ATSના એક અધિકારીએ જણાવ્યું કે આરોપી રઈસ અહેમદ શેખ અસદુલ્લાની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ
07:46 AM May 18, 2022 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્રના નાગપુરમાં RSSના હેડ ક્વાર્ટર ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવનની રેકી કરવાના મામલે કાશ્મીરમાંથી જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તેણે ભૂતકાળમાં એક રેકી કરી હતી અને RSSના મુખ્યમથક ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવનના બિલ્ડિંગનો વીડિયો પાકિસ્તાનમાં તેના હેન્ડલરને મોકલ્યો હતો.
નાગપુર ATSના એક અધિકારીએ જણાવ્યું કે આરોપી રઈસ અહેમદ શેખ અસદુલ્લાની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરા શહેરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને પ્રોડક્શન વોરંટ પર જમ્મુ અને કાશ્મીરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને નાગપુર લાવવામાં આવ્યો હતો. છેલ્લા બે દિવસમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. શેખે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેનો હેન્ડલર ઉમર છે. જે પાકિસ્તાનના નવાબપુર સ્થિત જૈશનો ઓપરેશનલ કમાન્ડર છે. ઉમર આતંકીઓના લોન્ચ પેડ પર કાર્ય કરી રહ્યો છે.
ATSને જણાવ્યું કે તે 13 જુલાઈ 2021ના રોજ દિલ્હી-મુંબઈ-નાગપુર ફ્લાઇટમાં નાગપુર આવ્યો હતો. અહીં પહોંચ્યા બાદ તેણે સીતાબરડી વિસ્તારની એક હોટલમાં ચેક ઇન કર્યું. હેન્ડલરે શેખને ખાતરી આપી હતી કે એક સ્થાનિક વ્યક્તિ સંપર્ક કરશે અને નાગપુરમાં ઓપરેશનમાં મદદ કરશે. જો કે, શેખ કોઈ સ્થાનિક વ્યક્તિને શોધી શક્યો ન હતો અને તેણે પોતે જ સંઘ કાર્યાલયની શોધખોળ હાથ ધરી હતી.
નાગપુર પહોંચ્યા બાદ 14 જુલાઈએ શેખ ઓટો રિક્ષા લઈને રેશમબાગ વિસ્તારમાં પહોંચ્યો. ત્યાર બાદ તેણે વીડિયો બનાવ્યો અને તેને પાકિસ્તાન સ્થિત હેન્ડલર ઉમરને મોકલ્યો. આતંકવાદીઓનું નિશાન RSS ઓફિસની રેકી કરવાનું હતું.
વીડિયો મોકલ્યા બાદ શેખે એક ઓટો-રિક્ષા ચાલકને બોલાવ્યો અને તેને મસ્જિદમાં લઈ જવા કહ્યું. ઓટો ડ્રાઈવરે તેને નારંગી બજારના ગેટ પાસે એક મસ્જિદમાં ડ્રોપ કર્યો. જ્યાં તે આખો દિવસ રોકાયો અને સાંજે હોટેલ પરત ફર્યો. 15 જુલાઈએ શેખ નાગપુર-દિલ્હી-શ્રીનગર ફ્લાઈટ દ્વારા શ્રીનગર પરત ફર્યો હતો.
નાગપુરના કોતવાલી પોલીસ સ્ટેશને અગાઉ શેખ સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યા છે. આ વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્રના તત્કાલીન પોલીસ મહાનિર્દેશક સંજય પાંડેએ આ કેસની તપાસ રાજ્ય ATSને સોંપી હતી.
Next Article