Rajkot : એકલવાયા રહેતા વૃદ્ધો કેમ અસલામત? ઘરમાંથી રોકડ, સોનાની બંગડી લૂંટીને ફરાર
જામકંડોરણાના વૈભવનગરમાં એકલવાયા રહેતા વૃદ્ધાની ગળે ફાંસો આપી નિર્મમ હત્યા. સોનાના દાગીના અને રોકડની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર. જાણભેદુની સંડોવણીની શંકાએ ચકચાર મચાવી.
Advertisement
જામકંડોરણા: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના વૈભવનગર ગામમાં સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એકલવાયા રહેતા એક વૃદ્ધાની અજાણ્યા શખ્સોએ ગળે ફાંસો આપી હત્યા કરી છે અને ઘરમાંથી સોનાની બંગડીઓ તથા રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. વૈભવનગરમાં રહેતા વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી. રાત્રિના સમયે તેમના પુત્રએ ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વીચ ઓફ આવતા પુત્રને શંકા ગઈ હતી. ચિંતાતુર પુત્ર બીજા દિવસે સવારે જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે માતાનો મૃતદેહ જોઈ સ્તબ્ધ થઈ ગયો હતો. લૂંટારુઓએ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી સોનાના દાગીના અને રોકડની ચોરી કરી હતી.
Advertisement


