જન સમર્થ પોર્ટલ વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, વેપારીઓ, ખેડૂતોના જીવનને બનાવશે સરળ : PM મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના આઇકોનિક વીક સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે, વડાપ્રધાને આ કાર્યક્રમમાં ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના સિક્કાઓની વિશેષ શ્રેણી પણ બહાર પાડી. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું
Advertisement
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના આઇકોનિક વીક સમારોહનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે, વડાપ્રધાને આ કાર્યક્રમમાં ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું અને 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયાના સિક્કાઓની વિશેષ શ્રેણી પણ બહાર પાડી. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “આ પોર્ટલ વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો, વેપારીઓ, ખેડૂતોના જીવનને સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ તેમના સપનાઓને સાકાર કરવામાં પણ મદદ કરશે. વિદ્યાર્થીઓને ખબર પડશે કે કઈ સરકારી યોજનાથી તેમને સૌથી વધુ ફાયદો થશે અને તેઓ તેનો કેવી રીતે લાભ લઈ શકે છે. આ પોર્ટલ યુવાનો, મધ્યમ વર્ગ માટે એન્ડ-ટુ-એન્ડ ડિલિવરી પ્લેટફોર્મ તરીકે કામ કરશે. સ્વરોજગારમાં મહત્વની ભૂમિકા ભજવશે. PM એ કહ્યું, "ભારતે છેલ્લા આઠ વર્ષમાં વિવિધ આયામો પર પણ કામ કર્યું છે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકોની ભાગીદારી વધી અને તેણે દેશના વિકાસને વેગ આપ્યો."
Addressing the Iconic Week Celebrations being organised by @FinMinIndia and @MCA21India. https://t.co/knFcV1x8SF
— Narendra Modi (@narendramodi) June 6, 2022
વડા પ્રધાન કાર્યાલય (PMO) એ જણાવ્યું હતું કે, "જન સમર્થ પોર્ટલ એ સરકારી લોન યોજનાઓને જોડતું વન-સ્ટોપ ડિજિટલ પોર્ટલ છે. તે તેના પ્રકારનું પહેલું પ્લેટફોર્મ છે, જે લાભાર્થીઓને સીધા જ ધિરાણકર્તાઓ સાથે જોડે છે. જન સમર્થ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગદર્શન અને વિવિધ ક્ષેત્રોની સર્વસમાવેશક વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. તેમને સરળ અને આસાન ડિજિટલ પ્રક્રિયાઓ દ્વારા યોગ્ય પ્રકારના સરકારી લાભો પૂરા પાડવાના છે." અગાઉની સરકારોને ભીંસમાં મૂકવાના પ્રયાસમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશે અગાઉની સરકાર-કેન્દ્રીત શાસનની અસર ભોગવી છે. તેમણે દાવો કર્યો, "આજે, 21મી સદીનું ભારત જન-કેન્દ્રીત અભિગમ અપનાવીને આગળ વધી રહ્યું છે."
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતે છેલ્લાં આઠ વર્ષમાં વિવિધ આયામો પર કામ કર્યું છે અને આ સમયગાળા દરમિયાન વધેલી જનભાગીદારીએ દેશના વિકાસને વેગ આપ્યો છે અને ગરીબમાં ગરીબને સશક્ત બનાવ્યો છે. તેમણે કહ્યું, “સ્વચ્છ ભારત અભિયાને ગરીબોને સન્માન સાથે જીવવાની તક આપી. પાકું મકાન, વીજળી, ગેસ, પાણી, મફત સારવાર જેવી સુવિધાઓથી ગરીબોનું માન-સન્માન વધ્યું, સુવિધાઓ વધી. કોરોનાના સમયગાળા દરમિયાન મફત રાશનની યોજનાએ 80 કરોડથી વધુ દેશવાસીઓને ભૂખમરાના ભયમાંથી મુક્ત કર્યા છે.
આ પણ વાંચો - PMએ 26 શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના નજીકના પરિવારને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત
Advertisement


