રાજ્યભરના મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી, ભગવાનનો જન્મદિવસ ઉજવવા ભક્તોમાં ઉત્સાહ
આજે જન્માષ્ટમી પર્વે રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના મોટા તમામ મંદિરોમાં જય કનૈયા લાલકીનો નાદ ગૂંજી ઉઠ્યો છે. મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક સ્થળે કોરોનાકાળ બાદ પ્રથમવાર મટકીફોડનું આયોજન પણ કરાયુ છે. આજે જન્માષ્ટમીના પર્વે ફૂલ,
05:59 AM Aug 19, 2022 IST
|
Vipul Pandya
આજે જન્માષ્ટમી પર્વે રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઇ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના મોટા તમામ મંદિરોમાં જય કનૈયા લાલકીનો નાદ ગૂંજી ઉઠ્યો છે. મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક સ્થળે કોરોનાકાળ બાદ પ્રથમવાર મટકીફોડનું આયોજન પણ કરાયુ છે. આજે જન્માષ્ટમીના પર્વે ફૂલ, દાગીના, અનેરા વસ્ત્રોથી ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં કૃષ્ણજન્મોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. રાત્રે 12 વાગે ભગવાનના જન્મોત્સવને ઉત્સાહપૂર્વક વધાવી લેવા ભક્તો તત્પર જોવા મળી રહ્યા છે. દ્વારકા, ડાકોર અને શામળાજીના મંદિરમાં ભારે ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા છે અને આજે રાત્રે ભક્તો વ્હાલાના વધામણાં કરવા આતુર જણાઇ રહ્યા છે. રાત્રે 12 વાગે તમામ મંદિરોમાં કનૈયાલાલકીનો નાદ ગુંજી ઉઠશે. અનેક સ્થળોએ કૃષ્ણની શોભાયાત્રાનુ આયોજન તથા વિવિધ સ્થળે મટકીફોડના કાર્યક્રમો પણ યોજાશે
દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાન્હા વિચાર મંચ દ્વારા ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરાયુ છે તો આહિર સમાજ દ્વારા એક માત્ર શોભાયાત્રાનું આયોજન કરાયુ છે. રથ સાથે અનેક ગાડીઓ લઇ ઠેર-ઠેર વધામણાં કરાશે. સવારે મંગળા આરતીમાં સહભાગી થવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી.
યાત્રાધામ શામળાજીમાં પણ ઉત્સાહપૂર્વક જન્માષ્ટમીની ઉજવણી થઇ રહી છે. આસોપાલવના તોરણથી મંદિર અને નગરને સજાવાયું છે અને ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળાના દર્શન અને આરતી માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. કેળથી મંદિરના દરવાજાનો શણગાર કરાયો છે જ્યારે મંદિર ગર્ભગૃહ પરિસર રોશનીથી ઝળકી ઉઠ્યું છે. રાત્રે 200 કિલો અબીલ ગુલાલની છોડો ઉડશે. આજના ખાસ પર્વે નગરમાં શોભાયાત્રામાં 100 મટકી ફોડ કાર્યક્રમ યોજાયો છે.
ભગવાન શામળિયાને પંચામૃત સ્નાન કરાવાયું હતું. જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાનને વિશેષ સ્નાન કરાયું હતું.ભગવાનને ચંદન,કેસર,મધ,ઘીના દ્રવ્યો સાથે સ્નાન કરાયુ હતું જ્જયારે ન્માષ્ટમીના પર્વ નિમિત્તે વિશેષ સાજ શણગાર કરાશે.
બીજી તરફ ડાકોર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરોમાં જન્માષ્ટમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. ભક્તો વહેલી સવારથી દર્શનાર્થે આવી રહ્યા છે. મંદિરોમાં સાંજથી કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમો શરૂ થશે. ભજન, સત્સંગ અને હરીનામ ની ધૂન સાથે કાર્યક્રમો યોજાશે અને રાત્રે બાર વાગ્યાના ટકોરે જન્મોત્સવ ઉજવાશે. ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિના રંગે રંગાઇ ગયા છે.
Next Article