Jayesh Radadiya નું પાટીદાર સમાજ માટે મોટું નિવેદન ! "સમાજમાં રહેલા દુષણોમાં ફેરફાર કરવો પડશે"
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મહીસાગરમાં પાટીદાર સમાજના સ્નેહમિલનમાં હુંકાર કર્યો. તેમણે કહ્યું કે સમાજમાં એકતા માટે "બધું ભૂલીને એકમંચ પર બેસવું પડે છે" અને "વિરોધ થાય તો સમજવું કે પ્રગતિના પંથે છીએ." તેમણે યુવાનોને જવાબદારી નિભાવવા અને "બાપ-દાદાએ આપેલું સાચવવાની હિંમત" રાખવા પર ભાર મૂક્યો
06:40 PM Oct 26, 2025 IST
|
Mustak Malek
- જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનો મહીસાગરમાં હુંકાર
- પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સૂચન નિવેદન
- સમાજમાં બધુ ભૂલીને એકમંચ પર બેસવું પડે છેઃ રાદડિયા
- વિરોધ થાય તો સમજવું કે પ્રગતિના પંથે છીએઃ રાદડિયા
- જવાબદારી મળે તે તાકાતથી નીભાવવાનીઃ રાદડિયા
- "બાપ-દાદાએ આપેલું સાચવવાની હિંમત હોવી જોઈએ"
- મહીસાગરમાં યોજાયો હતો પાટીદાર સમાજનો સમારોહ
- 42 ગામ લેઉવા પાટીદાર સમાજે દ્વારા કરાયું હતું આયોજન
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મહીસાગરમાં 42 ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. આ સમારોહમાં તેમણે સમાજની એકતા અને પ્રગતિ પર ભાર મૂક્યો હતો. MLA રાદડિયાએ સમાજને એકમંચ પર આવવા માટેનું સૂચન કરતા કહ્યું હતું કે, "સમાજમાં બધું ભૂલીને એકમંચ પર બેસવું પડે છે, "વિરોધ થાય તો સમજવું કે પ્રગતિના પંથે છીએ. ધારાસભ્ય જયેશ રાદડિયાએ યુવાનોને જવાબદારી અને વારસાનું મહત્વ સમજાવતા કહ્યું કે, "જવાબદારી મળે તે તાકાતથી નીભાવવાની" અને "બાપ-દાદાએ આપેલું સાચવવાની હિંમત હોવી જોઈએ."તેમના આ નિવેદનોને રાજકીય અને સામાજિક બંને સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. મહીસાગર ખાતેનો આ સમારોહ પાટીદાર સમાજની સંગઠન શક્તિનું પ્રતીક બની રહ્યો હતો. જુઓ અંગે સંપૂર્ણ અહેવાલ.....
Next Article