JCP Sharad Singhal Firing : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો,પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે મોટી ઘટના બની હતી. એક પોલીસ ઓપરેશન દરમિયાન અનેક ગુનાઓનાં રીઢા આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો.
Advertisement
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે મોટી ઘટના બની હતી. એક પોલીસ ઓપરેશન દરમિયાન અનેક ગુનાઓનાં રીઢા આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. સ્વબચાવમાં જેસીપી શરદ સિંઘલને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી અને આરોપીના પગમાં ગોળી ધરબી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી કલીમ કે જેની શોધખોળ પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી, તે ડ્રગ્સના નશામાં ધૂત હતો. પોલીસ જ્યારે તેને પકડવા નજીક પહોંચી ત્યારે આરોપીએ એકાએક રસોડામાં વપરાતી છરી કાઢીને JCP શરદ સિંઘલ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જો કે, આરોપીને ખબર નહોતી કે તેઓ જેસીપી શરદ સિંઘલ છે. આ અચાનક થયેલા હુમલામાં JCP શરદ સિંઘલે પોતાનો બચાવ કરવા માટે ડાબો હાથ આગળ ધરતા તેમને ઈજા પહોંચી હતી.....જુઓ અહેવાલ......

