Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jetpur Bus Number Plate Scam : એક નંબર પ્લેટ પર દોડતી અનેક બસો, 10 લક્ઝરી બસ જપ્ત

જેતપુરના પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા ચોકડી પાસેથી ઉદ્યોગનગર પોલીસે પરિવહન નીતિ અને RTO નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતું એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
Advertisement

જેતપુરના પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા ચોકડી પાસેથી ઉદ્યોગનગર પોલીસે પરિવહન નીતિ અને RTO નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતું એક મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સરકારી રોડ ટેક્સ અને વાહન વીમો બચાવવાના બદઈરાદાથી એક જ રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો ઉપયોગ કરી રસ્તા પર અનેક લક્ઝરી બસો દોડાવવાનું આયોજનબદ્ધ નેટવર્ક પકડાયું છે. ઉદ્યોગનગર પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધાર પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ નવીનચંદ્ર જયસ્વાલ અને કૌશિક યોગેશભાઈ જયસ્વાલની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે બે જુદા-જુદા ગુના નોંધીને કુલ 10 લક્ઝરી ટ્રાવેલ્સ બસ અને એક ઓમ્ની કાર સહિત 11 વાહનો જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹1 કરોડ 55 લાખ જેટલી થવા જાય છે. પ્રાથમિક તપાસ બાદ હવે પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ ટેક્સ ચોરીનું રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને આ આખા કૌભાંડમાં કોઈ RTO કર્મચારી કે ઉચ્ચ અધિકારીની સંદોવણી છે કે નહીં.

Tags :
Advertisement

.

×