Jetpur : વૈશ્વિક યુદ્ધની અસરથી જેતપુરના સાડી ઉદ્યોગ પર સંકટ, ઉત્પાદન અને વેપાર પ્રભાવિત
Jetpur : વિશ્વભરમાં સર્જાઈ રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને વધતી આર્થિક અનિશ્ચિતતાની સીધી અસર હવે ગુજરાતના જેતપુરના પ્રખ્યાત સાડી ઉદ્યોગ (Saree Industry) પર જોવા મળી રહી છે. ડીઝલની અછત, ટ્રાન્સપોર્ટમાં અવરોધ અને ગેસ સપ્લાયની સમસ્યાઓને કારણે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. કાચામાલ (Raw Material) સમયસર ન પહોંચતા ઉત્પાદન પ્રક્રિયા પ્રભાવિત થઈ રહી છે, જ્યારે ગેસની અછતના કારણે ફેક્ટરીઓમાં કામની ગતિ ધીમી પડી છે. વધતા ખર્ચને કારણે કાપડના ભાવમાં અંદાજે 5 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે, જેના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને પર ભાર વધ્યો છે. જેતપુરના આ મહત્વપૂર્ણ ટેક્સટાઇલ હબમાં હાલની પરિસ્થિતિને કારણે આશરે 80 હજાર જેટલા શ્રમિકો (Workers) પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, ટ્રાન્સપોર્ટરોએ સરકાર સમક્ષ પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે જેથી ઉદ્યોગને ફરી ગતિ મળી શકે.


