Ahmedabad : પરપ્રાંતિય મોબાઈલ ચોર ટોળકી ઝબ્બે, બાળકો સિફતપૂર્વક મોબાઈલ લઈ લેતા
અમદાવાદ શહેર અને મહેસાણામાં તરખાટ મચાવનાર ઝારખંડની એક રીઢા ગુનેગારોની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીની ખાસિયત એ હતી કે તેઓ ચોરી કરવા માટે સ્પેશિયલ પ્લેનમાં મુસાફરી કરીને ગુજરાત આવતા હતા. ગેંગના મુખ્ય સાગરીતો રઘુ મહતો અને વિક્રમ મહતોની ધરપકડ કરવામાં આવી છે.
આ ટોળકી બાળકોનો ઉપયોગ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ અને કાલુપુર રેલ્વે સ્ટેશન પરથી મોબાઈલ તફડાવતી હતી. બાળકો સિફતપૂર્વક લોકોના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને તુરંત મુખ્ય સભ્યોને સોંપી દેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 21 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. માત્ર મોબાઈલ ચોરી જ નહીં, પરંતુ આ શખ્સો ફોનમાંથી ગુગલ-પે (Google Pay) ડાઉનલોડ કરી લોકોના ખાતામાંથી નાણાં પણ ઉપાડી લેતા હતા, જેને પગલે તેમની સામે સાયબર ફ્રોડની કલમો હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.


