મેવાણીના નિવેદનના પડઘા! વાવ-થરાદના વેપારીઓએ પોલીસના સમર્થનમાં ધંધા-રોજગાર બંધ કર્યા
Jignesh Mevani statement impact : તાજેતરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસકર્મીઓના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી હતી, જેના ગંભીર પડઘા હવે વેપારી આલમમાં જોવા મળી રહ્યા છે. મેવાણી શિવનગરના લોકોને લઈને દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણના વિરોધમાં એસપી કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલે પોલીસને ધમકી આપી હતી.
12:36 PM Nov 24, 2025 IST
|
Hardik Shah
- જીગ્નેશ મેવાણીના નિવેદનના પડઘા વેપારીઓમાં પડ્યા
- વાવ-થરાદના વેપારીઓ પોલીસના સમર્થનમાં આવ્યા
- મેવાણીના વર્તનને વખોડીને ધંધા-રોજગાર બંધ રાખ્યા
- પોલીસના સમર્થનમાં વેપારીઓએ રોજગાર-ધંધા બંધ કર્યા
- મેવાણી શિવનગરના લોકોને લઈને SP કચેરી પહોંચ્યા હતા
- દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણને લઈને ધમકી આપી હતી
- જીગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી હતી
Jignesh Mevani statement impact : તાજેતરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસકર્મીઓના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી હતી, જેના ગંભીર પડઘા હવે વેપારી આલમમાં જોવા મળી રહ્યા છે. મેવાણી શિવનગરના લોકોને લઈને દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણના વિરોધમાં એસપી કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલે પોલીસને ધમકી આપી હતી.
દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણને લઈને ધમકી આપી હતી
મેવાણીના આ આક્રમક વર્તનને વાવ અને થરાદના વેપારીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. સ્થાનિક પોલીસને સમર્થન જાહેર કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લડતા પોલીસ દળના મનોબળને મજબૂત કરવાના હેતુથી, વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના તમામ રોજગાર-ધંધા બંધ રાખીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેઓ કાયદાનું પાલન કરતી પોલીસની પડખે છે.
Next Article