Junagadh : મોબાઇલની દુકાનમાં 3 લેપટોપ તેમજ અન્ય ચીજ વસ્તુઓની તોડફોડ
Junagadh : જુનાગઢના માંગરોળ( Mangrol) માં એક મોબાઈલની દુકાનમાં થયેલી તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે. આ ઘટના એક મોબાઈલના હપ્તા ન ભરવાને કારણે સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
માંગરોળ (Mangrol) ના એક જાણીતા વિસ્તારમાં આવેલી 'સાગર' નામની મોબાઈલની દુકાનમાં આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, જાબીરશા ઈકબાલશા બાનવા નામના એક ગ્રાહકે આ દુકાનમાંથી હપ્તા સિસ્ટમ પર એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો. શરૂઆતમાં, ગ્રાહકે નિયમિત રીતે હપ્તા ભર્યા, પરંતુ બાદમાં તેણે હપ્તા ભરવાનું બંધ કરી દીધું. જ્યારે હપ્તા લાંબા સમય સુધી ભરવામાં ન આવ્યા, ત્યારે દુકાનદારે ફાઇનાન્સ કંપનીની નીતિ મુજબ ગ્રાહકના મોબાઈલને રિમોટલી લોક કરી દીધો. આ એક સામાન્ય પ્રક્રિયા છે જે ફાઇનાન્સ કંપનીઓ બાકી હપ્તાની વસૂલાત માટે અપનાવે છે.