Junagadh : ચોમાસામાં ગિરનારની મુલાકાતે જતાં રાખો સાવધાની, નહીં તો થઇ શકે છે કઇંક આવું
Girnar : ચોમાસાની ઋતુમાં ગિરનાર પર્વતનો રસપ્રદ નજારો અનેક પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ આ ઋતુમાં આવું સાહસ જોખમભર્યું સાબિત થઈ શકે છે. તાજેતરમાં જટાશંકર મહાદેવ મંદિર પાછળ આવેલા ઝરણાંમાં વરસાદી પાણીના અચાનક ઘસઘસતા પ્રવાહે પ્રવાસીઓની મઝાની પળને જીવના જોખમમાં ફેરવી દીધી.
02:51 PM Jul 22, 2025 IST
|
Hardik Shah
Girnar : ચોમાસાની ઋતુમાં ગિરનાર પર્વતનો રસપ્રદ નજારો અનેક પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ આ ઋતુમાં આવું સાહસ જોખમભર્યું સાબિત થઈ શકે છે. તાજેતરમાં જટાશંકર મહાદેવ મંદિર પાછળ આવેલા ઝરણાંમાં વરસાદી પાણીના અચાનક ઘસઘસતા પ્રવાહે પ્રવાસીઓની મઝાની પળને જીવના જોખમમાં ફેરવી દીધી. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે ઝરણાંમાં અચાનક પાણી વહેવા લાગતાં લોકો ફસાઈ ગયા હતા અને એકબીજાની મદદથી પોતાનો જીવ બચાવવો પડ્યો. તંત્ર દ્વારા દર વર્ષે અહીં ન્હાવા પર મનાઈ કરવામાં આવે છે છતાં નિયમોના ઉલ્લંઘનના દૃશ્યો જોવા મળતા હોય છે. આવાં સંજોગોમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે ગિરનારમાં વ્હેતા ઝરણાંની મોજ લેવા આવતા લોકોની સલામતીની જવાબદારી કોની. પ્રવાસીઓની સુરક્ષા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવાની ફરજ તંત્રની છે, જેથી આવનારા સમયમાં કોઈ જાનહાનિ ન થાય.
Next Article