Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Junagadh : ભવનાથના મેળામાં સેવાનું ઘોડાપૂર! ગુજરાત પોલીસને સાથે 150 લોકોની ટીમ સેવામાં ખડેપગે

જૂનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથના મહાશિવરાત્રી મેળામાં આ વખતે ભક્તિની સાથે યુવા શક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. મેળાની ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે ગુજરાત પોલીસની મદદે 150 જેટલા ઉત્સાહી યુવા સ્વયંસેવકોની ટીમ મેદાને ઉતરી છે.
Advertisement
  • યુવા સ્વયંસેવકો પાસે પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ
  • ભવનાથના મેળામાં પોલીસની સાથે યુવા સ્વયંસેવકો
  • યુવા સ્વયંસેવકોમાં વિદ્યાર્થી અને યુવાઓ જોડાયા
  • પોલીસની સાથે ખભેથી ખભો મીલાવીને કરી રહ્યા છે સેવા
  • પોલીસને ટ્રાફીક વ્યવસ્થામાં મદદરૂપ થાય છે આ સેવકો
  • ગુજરાત પોલીસને સાથે 150 લોકોની ટીમ સેવામાં ખડેપગે
  • ભવનાથ મેળામાં સેવા સાથે કામ કરે છે આ સ્વયંસેવકો

Junagadh : જૂનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથના મહાશિવરાત્રી મેળા (Mahashivratri fair) માં આ વખતે ભક્તિની સાથે યુવા શક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. મેળાની ભીડ અને ટ્રાફિક વ્યવસ્થા (traffic system) ને સુચારૂ બનાવવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) ની મદદે 150 જેટલા ઉત્સાહી યુવા સ્વયંસેવકોની ટીમ મેદાને ઉતરી છે.

ગુજરાત પોલીસને સાથે 150 લોકોની ટીમ સેવામાં ખડેપગે

આ ટીમમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓ અને સ્થાનિક યુવાનો જોડાયા છે, જેઓ પોલીસ પ્રશાસન સાથે ખભેખભા મિલાવીને રાત-દિવસ ખડેપગે સેવા આપી રહ્યા છે. ખાસ કરીને મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને ટ્રાફિકની સમસ્યા ન નડે અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આ સ્વયંસેવકો શિસ્તબદ્ધ રીતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સેવાની આ અનોખી મિસાલ રજૂ કરીને આ યુવાનોએ સાબિત કર્યું છે કે ધાર્મિક ઉત્સવોમાં વ્યવસ્થા જાળવવામાં જનભાગીદારી કેટલી મહત્વની સાબિત થઈ શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×