Junagadh : કારખાનેદારને પ્રદૂષણના નામે ડરાવ્યો, પૈસા પડાવતા પાંચ તોડબાજો સકંજામાં
જૂનાગઢમાં કારખાનેદારને પ્રદૂષણના નામે ડરાવીને પૈસા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે... GPCB અધિકારી અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માંગવામાં આવતી હતી. કારખાનેદારની સતર્કતાથી સમગ્ર ભાંડો ફૂટ્યો અને હવે દોઢ મહિના બાદ ફરાર બે આરોપીઓ પણ પોલીસના સકંજામાં આવ્યા છે.
Advertisement
જૂનાગઢ તાલુકામાં પ્રદૂષણના નામે કારખાનેદારને ડરાવી ખંડણી વસૂલવાના કથિત પ્રયાસનો પર્દાફાશ થયો છે. GPCB અધિકારી અને પત્રકારની ઓળખ આપીને પૈસા પડાવવાના મામલે પોલીસે પાંચ તોડબાજોને ઝડપી પાડ્યા છે. અગાઉ અજય જાદવ, હેમંત અને વિજયની ધરપકડ થઈ હતી, જ્યારે દોઢ મહિના બાદ ફરાર આરોપી મિહિર મહેતા અને રાકેશ પીઠડીયાને પણ સકંજામાં લેવામાં આવ્યા છે. પ્લાસ્ટિક કારખાનેદારની સતર્કતાથી સમગ્ર મામલો સામે આવ્યો હતો. આરોપીઓ સામે અગાઉ પણ ખંડણીનો કેસ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

