Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Junagadh: સંતો સાથે ગુજરાત ફર્સ્ટનો સંવાદ, મહાદેવગીરી બાપુએ સ્ટુડિયો ઓન વ્હીલ્સને આપી શુભેચ્છા

Junagadh: જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીના મેળા (Mahashivratri Fair)નો ભવ્ય પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મીની કુંભના રૂપમાં મેળાનું અત્યંત સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ની ટીમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા માટે મેદાનમાં ઉતરી છે.
Advertisement
  • Junagadh:  જૂના અખાડાના સાધુ-સંતો સાથે ગુજરાત ફર્સ્ટેની ખાસ વાતચીત
  • શેરનાથબાપુએ સરકારના આયોજનને બિરદાવ્યું
  • ભારતી આશ્રમમાં હરિહરાનંદ ભારતી બાપુ સાથે ખાસ વાતચીત
  • મહાદેવગીરી બાપુએ સ્ટુડિયો ઓન વ્હીલ્સને આપી શુભેચ્છા

Junagadh: જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીના મેળા (Mahashivratri Fair)નો ભવ્ય પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મીની કુંભના રૂપમાં મેળાનું અત્યંત સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat first) ની ટીમ આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા માટે મેદાનમાં ઉતરી છે. આ દરમિયાન ટીમ દ્વારા ભારતી આશ્રમ (Bharati Ashram) ની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં હરિહરાનંદ ભારતી બાપુ (Hariharananda Bharati Bapu) સાથે મેળાના આયોજન અંગે ખાસ વાતચીત કરવામાં આવી હતી. બાપુએ આસ્થાના આ પર્વની ભવ્યતા વિશે હર્ષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ફર્સ્ટની ટીમે શેરનાથબાપુના ગોરક્ષનાથ આશ્રમની પણ મુલાકાત લીધી

મેળામાં ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમે શેરનાથબાપુના ગોરક્ષનાથ આશ્રમની પણ મુલાકાત લીધી હતી. શેરનાથબાપુએ ભવનાથ મેળાના આયોજન અંગે વાતચીત કરતા આટલા સુંદર અને ભવ્ય આયોજન બદલ સરકારનો આભાર માન્યો હતો. ભવનાથના આંગણે શરૂ થયેલો આ મેળો શ્રદ્ધાળુઓ માટે ભક્તિનો પર્યાય બની રહ્યો છે, જેમાં સાધુ-સંતો અને ભક્તોનો ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

Advertisement

સાધુ-સંતો સાથે પણ ખાસ સંવાદ

જૂનાગઢના આ 'મહાકુંભ'માં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડીને સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીમે જૂના અખાડાના સાધુ-સંતો, અમરગીરી બાપુ અને દિવ્યનાથ ભારતી બાપુ સાથે ખાસ સંવાદ સાધ્યો હતો. સંતોએ જણાવ્યું હતું કે ધરતી પર આવો અદ્ભુત માહોલ પ્રથમવાર જોવા મળ્યો છે. આ મેળામાં ગુજરાત ફર્સ્ટનો ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેને મહાદેવગીરી બાપુએ ખાસ શુભેચ્છા પાઠવી છે. આ દિવ્ય શિવ મહોત્સવનું ગુજરાત ફર્સ્ટ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે.

Advertisement

આ પણ વાંચો:  Studio On Wheels સાથે Bhavnath થી પળેપળનું કવરેજ, ભાજપના દિગ્ગજ નેતાઓ અને સાધુ-સંતો સાથે ખાસ સંવાદ

Tags :
Advertisement

.

×