Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : ગિરનારના સિંહોની સુરક્ષા માટે અધિકારીઓ સતત કરી રહ્યા છે મોનીટરીંગ

Junagadh : જૂનાગઢના ગિરનાર અભ્યારણ્યમાં (Girnar Sanctuary) બેબેસીયા રોગ (Babesia Disease)ને કારણે સિંહોના મોતની ઘટનાઓ સામે આવતા વન વિભાગ સતર્ક બન્યો છે અને રોગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે. ગિરનારના DFO દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં અભ્યારણ્યમાં રહેલા તમામ સિંહ સુરક્ષિત છે અને તેમની આરોગ્ય સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Advertisement

Junagadh : જૂનાગઢના ગિરનાર અભ્યારણ્યમાં (Girnar Sanctuary) બેબેસીયા રોગ (Babesia Disease)ને કારણે સિંહોના મોતની ઘટનાઓ સામે આવતા વન વિભાગ સતર્ક બન્યો છે અને રોગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે. ગિરનારના DFO દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં અભ્યારણ્યમાં રહેલા તમામ સિંહ સુરક્ષિત છે અને તેમની આરોગ્ય સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બેબેસીયા રોગને લઈને RFO કક્ષાના અધિકારીઓ દ્વારા નિયમિત મોનીટરીંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત, આશરે 41 સિંહોને ડી-વોર્મિંગ (De-worming) પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યા છે જેથી રોગચાળો વધુ ન ફેલાય. વન વિભાગે સૂચના આપી છે કે કોઈ સિંહ અથવા સિંહબાળ અશક્ત અથવા બીમાર દેખાય તો તાત્કાલિક રેસ્ક્યૂ (Rescue) કાર્યવાહી કરવામાં આવે. સિંહોની સુરક્ષા અને આરોગ્ય જાળવવા માટે વન વિભાગ દ્વારા ખાસ દેખરેખ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×