Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જસ્ટિસ યુયુ લલિત દેશના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત

ચીફ જસ્ટિસ એનવી રમનાએ દેશના આગામી ચીફ જસ્ટિસ માટે જસ્ટિસ યુયુ લલિતના નામની કાયદા મંત્રાલયને ભલામણ કરી હતી. હવે જસ્ટિસ યુયુ લલિત દેશના નવા ચીફ જસ્ટિસ (CJI) હશે. બુધવારે સીજેઆઈ તરીકે તેમના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. લલિત દેશના 49મા CJI હશે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ચીફ જસ્ટિસ એનવી રમનાએ દેશના આગામી ચીફ જસ્ટિસ માટે જસ્ટિસ યુયુ લલિતના નામની કાયદા મંત્રાલયને ભલામણ કરà
જસ્ટિસ યુયુ લલિત દેશના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત
Advertisement
ચીફ જસ્ટિસ એનવી રમનાએ દેશના આગામી ચીફ જસ્ટિસ માટે જસ્ટિસ યુયુ લલિતના નામની કાયદા મંત્રાલયને ભલામણ કરી હતી. હવે જસ્ટિસ યુયુ લલિત દેશના નવા ચીફ જસ્ટિસ (CJI) હશે. બુધવારે સીજેઆઈ તરીકે તેમના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. 
લલિત દેશના 49મા CJI હશે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ચીફ જસ્ટિસ એનવી રમનાએ દેશના આગામી ચીફ જસ્ટિસ માટે જસ્ટિસ યુયુ લલિતના નામની કાયદા મંત્રાલયને ભલામણ કરી હતી. આ પહેલા કાયદા મંત્રીએ CJI રમનાને પત્ર લખીને પૂછ્યું હતું કે તેમના અનુગામી કોણ હોઇ શકે છે. CJI રમણા 26 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે જસ્ટિસ લલિત 27 ઓગસ્ટે 49મા CJI તરીકે શપથ લેશે. તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો રહેશે. 
CJI તરીકે, જસ્ટિસ લલિત કૉલેજિયમનું નેતૃત્વ કરશે, જેમાં જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ કૌલ, જસ્ટિસ નઝીર અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી સામેલ હશે.જસ્ટિસ બેનર્જી 23 સપ્ટેમ્બરે નિવૃત્ત થતાં જસ્ટિસ કેએમ જોસેફ કૉલેજિયમમાં પ્રવેશ કરશે. જસ્ટિસ લલિત 8 નવેમ્બરે CJI તરીકે નિવૃત્ત થશે. આ પછી જસ્ટિસ ચંદ્રચુડને 50મા CJI તરીકે નિયુક્ત કરવામાં આવશે.
Tags :
Advertisement

.

×